Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-143

Page 143

ਖੁੰਢਾ ਅੰਦਰਿ ਰਖਿ ਕੈ ਦੇਨਿ ਸੁ ਮਲ ਸਜਾਇ ॥ પછી વેલવાની લાઠીઓમાં રાખીને પહેલવાન આને જાણે સજા આપે છે, નિચોળે છે. બધો રસ કડાઈમાં નાંખી દે છે.
ਰਸੁ ਕਸੁ ਟਟਰਿ ਪਾਈਐ ਤਪੈ ਤੈ ਵਿਲਲਾਇ ॥ આગના સેકની સાથે આ રસ નીકળે છે અને જાણે વીકરે છે.
ਭੀ ਸੋ ਫੋਗੁ ਸਮਾਲੀਐ ਦਿਚੈ ਅਗਿ ਜਾਲਾਇ ॥ શેરડીનો તે ફોતરાં પણ સંભાળી લે છે અને સૂકવીને કડાઈની નીચે આગમાં સળગાવી દે છે.
ਨਾਨਕ ਮਿਠੈ ਪਤਰੀਐ ਵੇਖਹੁ ਲੋਕਾ ਆਇ ॥੨॥ નાનક કહે છે હે લોકો! આવીને શેરડીનો હાલ જુઓ મીઠાને કારણે માયાની મીઠાસના મોહને કારણે શેરડીની જેમ જ રિબાય થાય છે, દુઃખ સહે છે ।।૨।।
ਪਵੜੀ ॥ પગથિયું।।
ਇਕਨਾ ਮਰਣੁ ਨ ਚਿਤਿ ਆਸ ਘਣੇਰਿਆ ॥ કેટલાય લોકો દુનિયાની મોટી મોટી આશાઓ મનમાં બનાવી રાખે છે, મૃત્યુનો ખ્યાલ એના મનમાં પણ આવતો નથી.
ਮਰਿ ਮਰਿ ਜੰਮਹਿ ਨਿਤ ਕਿਸੈ ਨ ਕੇਰਿਆ ॥ તે રોજ જન્મી ને મરે છે, કોઈના પણ ક્યારેય યાર બનતા નથી.
ਆਪਨੜੈ ਮਨਿ ਚਿਤਿ ਕਹਨਿ ਚੰਗੇਰਿਆ ॥ તે લોકો પોતાના મનમાં ચિત્તમાં પોતાની જાતને યોગ્ય કહે છે.
ਜਮਰਾਜੈ ਨਿਤ ਨਿਤ ਮਨਮੁਖ ਹੇਰਿਆ ॥ પરંતુ તે મનમુખોને હંમેશા જ યમરાજ જોતો રહે છે.
ਮਨਮੁਖ ਲੂਣ ਹਾਰਾਮ ਕਿਆ ਨ ਜਾਣਿਆ ॥ પોતાના મનની પાછળ ચાલવાવાળા લુણ હરામી લોકો પરમાત્માએ કરેલા ઉપકારોનો સાર નથી જાણતા
ਬਧੇ ਕਰਨਿ ਸਲਾਮ ਖਸਮ ਨ ਭਾਣਿਆ ॥ ફસાયેલા જ તેને સલામ કરે છે, આ રીતે તે પતિને પ્રેમાળ નથી લાગી શકતા
ਸਚੁ ਮਿਲੈ ਮੁਖਿ ਨਾਮੁ ਸਾਹਿਬ ਭਾਵਸੀ ॥ જે મનુષ્યને ઈશ્વર મળી ગયા છે, જેના મુખ પર ઈશ્વરનું નામ છે, તે પતિ પ્રભુને પ્રેમાળ લાગે છે.
ਕਰਸਨਿ ਤਖਤਿ ਸਲਾਮੁ ਲਿਖਿਆ ਪਾਵਸੀ ॥੧੧॥ તે આસન પર બેઠેલાને બધા જ સલામ કરે છે. ધૂરથી જ રબ દ્વારા લખાયેલા આ લેખના ફળ પ્રાપ્ત કરે છે ।।૧૧।।
ਮਃ ੧ ਸਲੋਕੁ ॥ શ્લોક મહેલ ૧।।
ਮਛੀ ਤਾਰੂ ਕਿਆ ਕਰੇ ਪੰਖੀ ਕਿਆ ਆਕਾਸੁ ॥ તરવા યોગ્ય પાણી માછલીને શું કરી શકે છે? ભલે કેટલું પણ ઊંડું ના હોય માછલીને કોઈ પરવાહ નથી. આકાશ પક્ષીનું શું કરી શકે છે? આકાશ કેટલું પણ ખુલી જાય પક્ષીને કોઈ પરવાહ નથી પાણી પોતાની ઊંડાઈ અને આકાશ પોતાના ખુલ્લા હોવાની સીમાની અસર મૂકી શકતા નથી.
ਪਥਰ ਪਾਲਾ ਕਿਆ ਕਰੇ ਖੁਸਰੇ ਕਿਆ ਘਰ ਵਾਸੁ ॥ પાલા પથ્થર પર અસર કરી શકતું નથી. ઘરની વસવાની અસર હિજડા પર પડતી નથી.
ਕੁਤੇ ਚੰਦਨੁ ਲਾਈਐ ਭੀ ਸੋ ਕੁਤੀ ਧਾਤੁ ॥ જો કૂતરાને ચંદન પણ લગાવી દઈએ તો પણ તેની અસલા કુતરાવાળાની જ રહે છે.
ਬੋਲਾ ਜੇ ਸਮਝਾਈਐ ਪੜੀਅਹਿ ਸਿੰਮ੍ਰਿਤਿ ਪਾਠ ॥ બેરા મનુષ્યને સમજાવીએ અને સ્મૃતિઓનો પાઠ તેની પાસે કરીએ તે તો સાંભળી શકતો નથી.
ਅੰਧਾ ਚਾਨਣਿ ਰਖੀਐ ਦੀਵੇ ਬਲਹਿ ਪਚਾਸ ॥ અંધ મનુષ્યને પ્રકાશમાં રાખવામાં આવે, તેની પાસે ભલે પચાસ દિવા સળગે તેને કાંઈ દેખાતું નથી.
ਚਉਣੇ ਸੁਇਨਾ ਪਾਈਐ ਚੁਣਿ ਚੁਣਿ ਖਾਵੈ ਘਾਸੁ ॥ ચરવા ગયેલા પશુઓના ઝુંડ આગળ જો સોનુ વિખેરી દઈએ, તો પણ તે ઘાસ ચૂંટી ચૂંટીને જ ખાસે, સોનાની કદર નથી પડી શકતી.
ਲੋਹਾ ਮਾਰਣਿ ਪਾਈਐ ਢਹੈ ਨ ਹੋਇ ਕਪਾਸ ॥ લોખંડનો ને ઓગાળી દે તો પણ ઢળીને તે કપાસ જેવું નરમ નથી બની શકતું.
ਨਾਨਕ ਮੂਰਖ ਏਹਿ ਗੁਣ ਬੋਲੇ ਸਦਾ ਵਿਣਾਸੁ ॥੧॥ હે નાનક! આ જ વાતો મૂર્ખની છે, કેટલી પણ મતી આપો તે જયારે પણ બોલે છે હંમેશા તે જ બોલે છે જેનાથી કોઈનું નુકસાન જ થાય ।।૧।।
ਮਃ ੧ ॥ મહેલ ૧।।
ਕੈਹਾ ਕੰਚਨੁ ਤੁਟੈ ਸਾਰੁ ॥ જો કાંસુ, સોનુ કે લોખંડ તૂટી જાય, આગથી લુહાર વગેરે જોડ લગાવી દે છે.
ਅਗਨੀ ਗੰਢੁ ਪਾਏ ਲੋਹਾਰੁ ॥ આગથી લુહાર વગેરે જોડ લગાવી દે છે.
ਗੋਰੀ ਸੇਤੀ ਤੁਟੈ ਭਤਾਰੁ ॥ જો પત્નીથી પતિ નારાજ થઇ જાય
ਪੁਤੀ ਗੰਢੁ ਪਵੈ ਸੰਸਾਰਿ ॥ તો જગતમાં આનો જોડ પુત્રો દ્વારા બને છે.
ਰਾਜਾ ਮੰਗੈ ਦਿਤੈ ਗੰਢੁ ਪਾਇ ॥ રાજા પ્રજાથી મામલા, કર માંગે છે ન દેવામાં આવે તો રાજા-પ્રજાની બગડે છે, મામલા દેવાથી રાજા-પ્રજાનો મેલ બને છે.
ਭੁਖਿਆ ਗੰਢੁ ਪਵੈ ਜਾ ਖਾਇ ॥ ભૂખથી આતુર મનુષ્યનો પોતાના શરીરથી ત્યારે જ સંબંધ બનેલો રહે છે જો તે ખાવાનું ખાય
ਕਾਲਾ ਗੰਢੁ ਨਦੀਆ ਮੀਹ ਝੋਲ ॥ કાળ થમે છે જો ખુબ વરસાદ થાય અને નદીઓ ચાલે.
ਗੰਢੁ ਪਰੀਤੀ ਮਿਠੇ ਬੋਲ ॥ મીઠા વચનોથી પ્રેમનો જોડ જોડાય છે.
ਬੇਦਾ ਗੰਢੁ ਬੋਲੇ ਸਚੁ ਕੋਇ ॥ વેદ વગેરે ધાર્મિક પુસ્તકોથી મનુષ્યનો ત્યારે જ જોડ જોડાય છે જો મનુષ્ય સત્ય બોલે.
ਮੁਇਆ ਗੰਢੁ ਨੇਕੀ ਸਤੁ ਹੋਇ ॥ મરેલા લોકોનો જગતથી સંબંધ બંધાયેલો રહે છે જો મનુષ્ય ભલાઈ અને દાન કરતા રહે.
ਏਤੁ ਗੰਢਿ ਵਰਤੈ ਸੰਸਾਰੁ ॥ તો આ રીતે સંબંધથી જગતનો વ્યવહાકર ચાલે છે.
ਮੂਰਖ ਗੰਢੁ ਪਵੈ ਮੁਹਿ ਮਾਰ ॥ મુખ પર માર પડવાથી મૂર્ખના મૂર્ખપણામાં રોક લાગે છે.
ਨਾਨਕੁ ਆਖੈ ਏਹੁ ਬੀਚਾਰੁ ॥ નાનક આ વિચારની વાત બતાવે છે,
ਸਿਫਤੀ ਗੰਢੁ ਪਵੈ ਦਰਬਾਰਿ ॥੨॥ કે પરમાત્માની મહિમા દ્વારા પ્રભુના દરબારમાં આદર-પ્રેમનો જોડ જોડાય છે ।।૨।।
ਪਉੜੀ ॥ પગથિયું।।
ਆਪੇ ਕੁਦਰਤਿ ਸਾਜਿ ਕੈ ਆਪੇ ਕਰੇ ਬੀਚਾਰੁ ॥ પરમાત્મા સ્વયં જ દુનિયા પેદા કરીને સ્વયં જ તેનું ધ્યાન રાખે છે.
ਇਕਿ ਖੋਟੇ ਇਕਿ ਖਰੇ ਆਪੇ ਪਰਖਣਹਾਰੁ ॥ પરંતુ અહીં કેટલાય જીવ ખોટા છે અને કેટલાય શાહી સિક્કાની જેમ સાચા છે, આ બધાની પરખ કરવાવાળો પણ તે સ્વયં જ છે.
ਖਰੇ ਖਜਾਨੈ ਪਾਈਅਹਿ ਖੋਟੇ ਸਟੀਅਹਿ ਬਾਹਰ ਵਾਰਿ ॥ રૂપિયા વગેરેની જેમ સાચા લોકો પ્રભુના ખજાનામાં મળી જાય છે, ખોટા બહાર તરફ ફેંકાઈ જાય છે, સાચા દરબારમાં આને ધક્કા મળે છે.
ਖੋਟੇ ਸਚੀ ਦਰਗਹ ਸੁਟੀਅਹਿ ਕਿਸੁ ਆਗੈ ਕਰਹਿ ਪੁਕਾਰ ॥ કોઈ અન્ય જગ્યા એવી નથી જ્યાં એ સહાયતા માટે ફરિયાદ કરી શકે.
ਸਤਿਗੁਰ ਪਿਛੈ ਭਜਿ ਪਵਹਿ ਏਹਾ ਕਰਣੀ ਸਾਰੁ ॥ આ હલકા જીવનવાળા જીવો માટે કરવાવાળી સૌથી સારી વાત આ જ છે કે સદગુરુના શરણ પડ.
ਸਤਿਗੁਰੁ ਖੋਟਿਅਹੁ ਖਰੇ ਕਰੇ ਸਬਦਿ ਸਵਾਰਣਹਾਰੁ ॥ ગુરુ ખોટાથી સાચા બનાવી દે છે કારણ કે ગુરુ પોતાના શબ્દ દ્વારા સાચા બનાવવા સમર્થ છે.
ਸਚੀ ਦਰਗਹ ਮੰਨੀਅਨਿ ਗੁਰ ਕੈ ਪ੍ਰੇਮ ਪਿਆਰਿ ॥ પછી તે સતગુરુના આપેલા પ્રેમને કારણે પરમાત્માની દરબારમાં આદર મેળવે છે
ਗਣਤ ਤਿਨਾ ਦੀ ਕੋ ਕਿਆ ਕਰੇ ਜੋ ਆਪਿ ਬਖਸੇ ਕਰਤਾਰਿ ॥੧੨॥ અને જેને કર્તારે સ્વયં બક્ષી લીધા તેના ગુનાઓનું કોઈને શું કરવું? ।।૧૨।।
ਸਲੋਕੁ ਮਃ ੧ ॥ શ્લોક મહેલ ૧।।
ਹਮ ਜੇਰ ਜਿਮੀ ਦੁਨੀਆ ਪੀਰਾ ਮਸਾਇਕਾ ਰਾਇਆ ॥ પીર, શેખ, રાય વગેરે આખી દુનિયા ધરતીની નીચે અંતમાં સમાય જાય છે,
ਮੇ ਰਵਦਿ ਬਾਦਿਸਾਹਾ ਅਫਜੂ ਖੁਦਾਇ ॥ આ ધરતી પર હુકમ કરનાર બાદશાહ પણ નાશ પામે છે.
ਏਕ ਤੂਹੀ ਏਕ ਤੁਹੀ ॥੧॥ હંમેશા ટકી રહેનાર હે ખુદા! એક તુ જ છે! એક તુ જ છે! ।।૧।।
ਮਃ ੧ ॥ મહેલ ૧।।
ਨ ਦੇਵ ਦਾਨਵਾ ਨਰਾ ॥ ના દેવતા, ના દાનવ, ના મનુષ્ય,
ਨ ਸਿਧ ਸਾਧਿਕਾ ਧਰਾ ॥ ના યોગ સાધનામાં નિપુણ યોગી, ના યોગ સાધના કરનાર, કોઈ પણ ધરતી પર નથી રહ્યું.
ਅਸਤਿ ਏਕ ਦਿਗਰਿ ਕੁਈ ॥ હંમેશા સ્થિર રહેનાર અને બીજું કોણ છે?
error: Content is protected !!
Scroll to Top
https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/pasca/ugacor/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ https://bppkad.mamberamorayakab.go.id/.tmb/-/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/thailand/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html
https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/pasca/ugacor/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ https://bppkad.mamberamorayakab.go.id/.tmb/-/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/thailand/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html