Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-1340

Page 1340

ਗੁਰ ਕਾ ਸਬਦੁ ਸਦਾ ਸਦ ਅਟਲਾ ॥ ગુરુના શબ્દ સદૈવ અટલ છે
ਗੁਰ ਕੀ ਬਾਣੀ ਜਿਸੁ ਮਨਿ ਵਸੈ ॥ જેના મનમાં ગુરુની વાણી સ્થિર થાય છે,
ਦੂਖੁ ਦਰਦੁ ਸਭੁ ਤਾ ਕਾ ਨਸੈ ॥੧॥ તેના તમામ દુ:ખ અને પીડા દૂર થઈ જાય છે || ૧ ||
ਹਰਿ ਰੰਗਿ ਰਾਤਾ ਮਨੁ ਰਾਮ ਗੁਨ ਗਾਵੈ ॥ પરમાત્માના રંગમાં લીન થયેલું મન તેના ગુણગાન ગાય છે.
ਮੁਕਤੋੁ ਸਾਧੂ ਧੂਰੀ ਨਾਵੈ ॥੧॥ ਰਹਾਉ ॥ જે સાધુઓની ચરણરજમાં સ્નાન કરે છે, તે બધા બંધનોમાંથી મુક્ત થઇ જાય છે || ૧ ||વિરામ||
ਗੁਰ ਪਰਸਾਦੀ ਉਤਰੇ ਪਾਰਿ ॥ ਭਉ ਭਰਮੁ ਬਿਨਸੇ ਬਿਕਾਰ ॥ ગુરુની કૃપાથી જીવ સંસાર સાગરમાંથી પર ઉતારી જાય છે અને એના ભ્રમ-ભય, વિકાર નષ્ટ થઇ જાય છે.
ਮਨ ਤਨ ਅੰਤਰਿ ਬਸੇ ਗੁਰ ਚਰਨਾ ॥ જેના મન તન માં ગુરુચરણ વસી જાય છે
ਨਿਰਭੈ ਸਾਧ ਪਰੇ ਹਰਿ ਸਰਨਾ ॥੨॥ તે નિર્ભય ભાવનાથી પ્રભુની શરણ માં પડી જાય છે ||૨||
ਅਨਦ ਸਹਜ ਰਸ ਸੂਖ ਘਨੇਰੇ ॥ ਦੁਸਮਨੁ ਦੂਖੁ ਨ ਆਵੈ ਨੇਰੇ ॥ તે સહજ આનંદ અને અનેક સુખ પ્રાપ્ત કરે છે, કોઈ દુશ્મન અથવા દુઃખ પણ એની પાસે નથી ફરકતું.
ਗੁਰਿ ਪੂਰੈ ਅਪੁਨੇ ਕਰਿ ਰਾਖੇ ॥ પૂર્ણ ગુરુ પોતાનો બનાવીને એની રક્ષા કરે છે અને
ਹਰਿ ਨਾਮੁ ਜਪਤ ਕਿਲਬਿਖ ਸਭਿ ਲਾਥੇ ॥੩॥ પરમાત્માનો જાપ કરવાથી તેના તમામ પાપો અને દુર્ગુણો દૂર થઈ જાય છે || ૩ ||
ਸੰਤ ਸਾਜਨ ਸਿਖ ਭਏ ਸੁਹੇਲੇ ॥ અસલમાં સંત, સજ્જન અને શિષ્ય જ સુખી રહે છે,
ਗੁਰਿ ਪੂਰੈ ਪ੍ਰਭ ਸਿਉ ਲੈ ਮੇਲੇ ॥ પૂર્ણ ગુરુ એને પ્રભુથી મળાવે છે.
ਜਨਮ ਮਰਨ ਦੁਖ ਫਾਹਾ ਕਾਟਿਆ ॥ ਕਹੁ ਨਾਨਕ ਗੁਰਿ ਪੜਦਾ ਢਾਕਿਆ ॥੪॥੮॥ હે નાનક! તેમના જન્મ-મરણના દુ:ખની ફાંસો કપાઈ જાય છે અને ગુરુ એના માનને સાચવે છે || ૪ || ૮ ||
ਪ੍ਰਭਾਤੀ ਮਹਲਾ ੫ ॥ પ્રભાતી મહેલ ૫
ਸਤਿਗੁਰਿ ਪੂਰੈ ਨਾਮੁ ਦੀਆ ॥ પૂર્ણ સદગુરુએ જ હરિનામ જ આપ્યું છે,
ਅਨਦ ਮੰਗਲ ਕਲਿਆਣ ਸਦਾ ਸੁਖੁ ਕਾਰਜੁ ਸਗਲਾ ਰਾਸਿ ਥੀਆ ॥੧॥ ਰਹਾਉ ॥ એનાથી આનંદ-ખુશીઓ, કલ્યાણ અને સદૈવ સુખ પ્રાપ્ત થાય છે અને અમારા બધા કાર્ય પુરા થાય છે ||૧||વિરામ||
ਚਰਨ ਕਮਲ ਗੁਰ ਕੇ ਮਨਿ ਵੂਠੇ ॥ ગુરુના ચરણ કમળ મારા મનમાં વસી ગયા છે,
ਦੂਖ ਦਰਦ ਭ੍ਰਮ ਬਿਨਸੇ ਝੂਠੇ ॥੧॥ જેનાથી દુઃખ-દર્દ, ખોટો બ્રહ્મ નાશ થઇ ગયો છે || ૧ ||
ਨਿਤ ਉਠਿ ਗਾਵਹੁ ਪ੍ਰਭ ਕੀ ਬਾਣੀ ॥ ਆਠ ਪਹਰ ਹਰਿ ਸਿਮਰਹੁ ਪ੍ਰਾਣੀ ॥੨॥ રોજ ઉઠીને પ્રભુની વાણી ગાઓ. હે જીવ! આઠ પ્રહર પરમાત્માનું સ્મરણ કરો || ૨ ||
ਘਰਿ ਬਾਹਰਿ ਪ੍ਰਭੁ ਸਭਨੀ ਥਾਈ ॥ ઘરની બહાર દરેક સ્થાન પર પ્રભુ જ વિદ્યમાન છે,
ਸੰਗਿ ਸਹਾਈ ਜਹ ਹਉ ਜਾਈ ॥੩॥ જ્યાં પણ અમે જઈએ છીએ, ત્યાં સાથ આપીને મદદ કરે છે || ૩ ||
ਦੁਇ ਕਰ ਜੋੜਿ ਕਰੀ ਅਰਦਾਸਿ ॥ નાનક બંને હાથ જોડીને પ્રાર્થના કરે છે કે
ਸਦਾ ਜਪੇ ਨਾਨਕੁ ਗੁਣਤਾਸੁ ॥੪॥੯॥ સદૈવ ગુણોના ઘર એવા ઈશ્વરનો જાપ કરો || ૪ || ૬ ||
ਪ੍ਰਭਾਤੀ ਮਹਲਾ ੫ ॥ પ્રભાતી મહેલ ૫ ||
ਪਾਰਬ੍ਰਹਮੁ ਪ੍ਰਭੁ ਸੁਘੜ ਸੁਜਾਣੁ ॥ પરબ્રહ્મ પ્રભુ સર્વગુણસંપન્ન તેમજ બુદ્ધિમાન છે.
ਗੁਰੁ ਪੂਰਾ ਪਾਈਐ ਵਡਭਾਗੀ ਦਰਸਨ ਕਉ ਜਾਈਐ ਕੁਰਬਾਣੁ ॥੧॥ ਰਹਾਉ ॥ પૂર્ણગુરુ સારા ભાગ્ય થી જ પ્રાપ્ત થાય છે, હું એમના દર્શન પર કુરબાન છું ||૧||વિરામ||
ਕਿਲਬਿਖ ਮੇਟੇ ਸਬਦਿ ਸੰਤੋਖੁ ॥ ગુરુના વચનથી બધા પાપો ભૂંસાઈ જાય છે અને મનને સંતોષ મળે છે.
ਨਾਮੁ ਅਰਾਧਨ ਹੋਆ ਜੋਗੁ ॥ પ્રભુનું નામ પૂજાને પાત્ર છે.
ਸਾਧਸੰਗਿ ਹੋਆ ਪਰਗਾਸੁ ॥ ઋષિમુનિઓના સંગતમાં જ્ઞાનનો પ્રકાશ ઝળકે છે અને
ਚਰਨ ਕਮਲ ਮਨ ਮਾਹਿ ਨਿਵਾਸੁ ॥੧॥ પ્રભુના ચરણ કમળ મનમાં વસી જાય છે || ૧ ||
ਜਿਨਿ ਕੀਆ ਤਿਨਿ ਲੀਆ ਰਾਖਿ ॥ આપણને બનાવનાર ગુરુએ આપણને બચાવ્યા છે.
ਪ੍ਰਭੁ ਪੂਰਾ ਅਨਾਥ ਕਾ ਨਾਥੁ ॥ પરમ પ્રભુ અનાથનો નાથ છે.
ਜਿਸਹਿ ਨਿਵਾਜੇ ਕਿਰਪਾ ਧਾਰਿ ॥ જેના પર તે કૃપા-દ્રષ્ટિ કરે છે,
ਪੂਰਨ ਕਰਮ ਤਾ ਕੇ ਆਚਾਰ ॥੨॥ એના બધા આચરણ અને કર્મ પુરા થઇ જાય છે || ૨ ||
ਗੁਣ ਗਾਵੈ ਨਿਤ ਨਿਤ ਨਿਤ ਨਵੇ ॥ તે દરરોજ ઈશ્વરના ગુણ ગાઈ છે અને
ਲਖ ਚਉਰਾਸੀਹ ਜੋਨਿ ਨ ਭਵੇ ॥ ચોરાસી લાખ યોનીઓના ચક્રમાંથી મુક્ત થઇ જાય છે.
ਈਹਾਂ ਊਹਾਂ ਚਰਣ ਪੂਜਾਰੇ ॥ લોક-પરલોકમાં એના ચરણો ની પૂજા થઇ છે અને
ਮੁਖੁ ਊਜਲੁ ਸਾਚੇ ਦਰਬਾਰੇ ॥੩॥ સાચા દરબાર માં એનું જ મુખ ચમકે છે || ૨ ||
ਜਿਸੁ ਮਸਤਕਿ ਗੁਰਿ ਧਰਿਆ ਹਾਥੁ ॥ જેના મસ્તક પર ગુરુ હાથ રાખે છે,
ਕੋਟਿ ਮਧੇ ਕੋ ਵਿਰਲਾ ਦਾਸੁ ॥ કરોડો માં એવો કોઈ વીર જ દાસ હોય છે.
ਜਲਿ ਥਲਿ ਮਹੀਅਲਿ ਪੇਖੈ ਭਰਪੂਰਿ ॥ તે સમુદ્ર, ધરતી, આકાશ બધામાં ઈશ્વરને જ વ્યાપક રીતે જુએ છે.
ਨਾਨਕ ਉਧਰਸਿ ਤਿਸੁ ਜਨ ਕੀ ਧੂਰਿ ॥੪॥੧੦॥ નાનક ફરમાવે છે કે એ ભક્તની ચારણરજથી ઉદ્ધાર થઇ જાય છે || ૪ || ૧૦ ||
ਪ੍ਰਭਾਤੀ ਮਹਲਾ ੫ ॥ પ્રભાતી મહેલ ૫
ਕੁਰਬਾਣੁ ਜਾਈ ਗੁਰ ਪੂਰੇ ਅਪਨੇ ॥ હું મારા પૂર્ણ ગુરુ પર બલીહાર જાવ છું,
ਜਿਸੁ ਪ੍ਰਸਾਦਿ ਹਰਿ ਹਰਿ ਜਪੁ ਜਪਨੇ ॥੧॥ ਰਹਾਉ ॥ જેની કૃપાથી પરમાત્મા નું જાપ કર્યું છે || ૧ || વિરામ||
ਅੰਮ੍ਰਿਤ ਬਾਣੀ ਸੁਣਤ ਨਿਹਾਲ ॥ એની અમૃતવાણી સાંભળીને મન નિહાલ થઇ ગયું છે અને
ਬਿਨਸਿ ਗਏ ਬਿਖਿਆ ਜੰਜਾਲ ॥੧॥ વિકારોની જંજાળ નષ્ટ થઇ ગયા છે || ૧ ||
ਸਾਚ ਸਬਦ ਸਿਉ ਲਾਗੀ ਪ੍ਰੀਤਿ ॥ સાચા શબ્દથી પ્રીતિ લગાવી છે તો
ਹਰਿ ਪ੍ਰਭੁ ਅਪੁਨਾ ਆਇਆ ਚੀਤਿ ॥੨॥ પોતાનો પ્રભુ જ યાદ આવ્યો || ૨ ||
ਨਾਮੁ ਜਪਤ ਹੋਆ ਪਰਗਾਸੁ ॥ હરિનામ નું જાપ કરવાથી જ્ઞાનરૂપી પ્રકાશ થયો છે અને
error: Content is protected !!
Scroll to Top
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html