Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-gujarati-page-1338

Page 1338

ਕਿਰਤ ਸੰਜੋਗੀ ਪਾਇਆ ਭਾਲਿ ॥ ਸਾਧਸੰਗਤਿ ਮਹਿ ਬਸੇ ਗੁਪਾਲ ॥ તે શુભ કર્મોના સંયોગથી જ પ્રાપ્ત થાય છે, તે પાલનહાર સાધુપુરુષોની સંગતમાં જ વસે છે
ਗੁਰ ਮਿਲਿ ਆਏ ਤੁਮਰੈ ਦੁਆਰ ॥ ਜਨ ਨਾਨਕ ਦਰਸਨੁ ਦੇਹੁ ਮੁਰਾਰਿ ॥੪॥੧॥ ગુરુને મળીને તમારા દ્વાર પર આવીએ છીએ, નાનક વિનંતી કરે છે કે હે પ્રભુ! તમારા દર્શન દો || ૪ || ૧ ||
ਪ੍ਰਭਾਤੀ ਮਹਲਾ ੫ ॥ પ્રભાતી મહેલ ૫
ਪ੍ਰਭ ਕੀ ਸੇਵਾ ਜਨ ਕੀ ਸੋਭਾ ॥ પ્રભુની ભક્તિથી જ ભક્તજનો ની શોભા છે
ਕਾਮ ਕ੍ਰੋਧ ਮਿਟੇ ਤਿਸੁ ਲੋਭਾ ॥ એમના કામ-ક્રોધ, લોભ બધા વિકારો મટી જાય છે
ਨਾਮੁ ਤੇਰਾ ਜਨ ਕੈ ਭੰਡਾਰਿ ॥ હે પ્રભુ, તારું નામ ભક્તો નો ભંડાર છે,
ਗੁਨ ਗਾਵਹਿ ਪ੍ਰਭ ਦਰਸ ਪਿਆਰਿ ॥੧॥ તેઓ તમારા દર્શનની ઈચ્છામાં તમારા ગુણગાન ગાય છે. || ૧ ||
ਤੁਮਰੀ ਭਗਤਿ ਪ੍ਰਭ ਤੁਮਹਿ ਜਨਾਈ ॥ હે ભગવાન ! તમે તમારી ભક્તિનો માર્ગ સમજાવ્યો છે અને
ਕਾਟਿ ਜੇਵਰੀ ਜਨ ਲੀਏ ਛਡਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥ ભક્તોની બેડીઓ કાપીને તેઓને મુક્ત કર્યા છે. || ૧ || વિરામ||
ਜੋ ਜਨੁ ਰਾਤਾ ਪ੍ਰਭ ਕੈ ਰੰਗਿ ॥ જે શ્રદ્ધાળુ પ્રભુ ના રંગમાં લીન રહે છે,
ਤਿਨਿ ਸੁਖੁ ਪਾਇਆ ਪ੍ਰਭ ਕੈ ਸੰਗਿ ॥ તે પ્રભુની સાથે સુખ પ્રાપ્ત કરે છે
ਜਿਸੁ ਰਸੁ ਆਇਆ ਸੋਈ ਜਾਨੈ ॥ જેણે આનંદ મેળવ્યો છે, તે જાણે છે અને
ਪੇਖਿ ਪੇਖਿ ਮਨ ਮਹਿ ਹੈਰਾਨੈ ॥੨॥ જોઈ-જોઈને મનમાં આશ્ચર્ય થાય છે || ૨ ||
ਸੋ ਸੁਖੀਆ ਸਭ ਤੇ ਊਤਮੁ ਸੋਇ ॥ ખરેખર તે જ સુખી અને બધા થી ઉત્તમ હોય છે,
ਜਾ ਕੈ ਹ੍ਰਿਦੈ ਵਸਿਆ ਪ੍ਰਭੁ ਸੋਇ ॥ જેના હૃદયમાં પ્રભુ વસી જાય છે
ਸੋਈ ਨਿਹਚਲੁ ਆਵੈ ਨ ਜਾਇ ॥ તે જ નિશ્ચલ હોય છે, એમના જન્મ-મારાં છૂટી જાય છે,
ਅਨਦਿਨੁ ਪ੍ਰਭ ਕੇ ਹਰਿ ਗੁਣ ਗਾਇ ॥੩॥ જે દિવસ રાત પ્રભુના ગુણ ગાઈ છે || ૩ ||
ਤਾ ਕਉ ਕਰਹੁ ਸਗਲ ਨਮਸਕਾਰੁ ॥ બધા એમણે પ્રણામ કરો,
ਜਾ ਕੈ ਮਨਿ ਪੂਰਨੁ ਨਿਰੰਕਾਰੁ ॥ જેના મનમાં પૂર્ણ પરમેશ્વર વસેલો છે
ਕਰਿ ਕਿਰਪਾ ਮੋਹਿ ਠਾਕੁਰ ਦੇਵਾ ॥ નાનક પ્રાર્થના કરે છે કે હે ઠાકોર! મારી પર કૃપા કરો,
ਨਾਨਕੁ ਉਧਰੈ ਜਨ ਕੀ ਸੇਵਾ ॥੪॥੨॥ કેમ કે તારી ભક્તિથી જ દાસનો ઉદ્ધાર સંભવ છે || ૪ || ૨ ||
ਪ੍ਰਭਾਤੀ ਮਹਲਾ ੫ ॥ પ્રભાતી મહેલ ૫ ||
ਗੁਨ ਗਾਵਤ ਮਨਿ ਹੋਇ ਅਨੰਦ ॥ જો ઈશ્વરના ગુણાનુવાદ કરવામાં આવે તો મનને બહુ જ આનંદ પ્રાપ્ત થાય છે,
ਆਠ ਪਹਰ ਸਿਮਰਉ ਭਗਵੰਤ ॥ એટલે જ આઠ પ્રહર પ્રભુનું ભજન કરવું જોઈએ
ਜਾ ਕੈ ਸਿਮਰਨਿ ਕਲਮਲ ਜਾਹਿ ॥ જેમનું સ્મરણ કરવાથી પાપ દૂર થઈ જાય છે,
ਤਿਸੁ ਗੁਰ ਕੀ ਹਮ ਚਰਨੀ ਪਾਹਿ ॥੧॥ અમે તો એ ગુરુના ચરણોમાં આવી ગયા છીએ || ૧ ||
ਸੁਮਤਿ ਦੇਵਹੁ ਸੰਤ ਪਿਆਰੇ ॥ હે વ્હાલા સંતજનો! અમને સારી બુદ્ધિ પ્રદાન કરો,
ਸਿਮਰਉ ਨਾਮੁ ਮੋਹਿ ਨਿਸਤਾਰੇ ॥੧॥ ਰਹਾਉ ॥ કારણ કે પ્રભુનું નામ સ્મરણ કરીને મને મુક્તિ પ્રાપ્ત થઇ જાય || ૧ || વિરામ||
ਜਿਨਿ ਗੁਰਿ ਕਹਿਆ ਮਾਰਗੁ ਸੀਧਾ ॥ જ ગુરુએ સાચો રસ્તો બતાવ્યો છે,
ਸਗਲ ਤਿਆਗਿ ਨਾਮਿ ਹਰਿ ਗੀਧਾ ॥ બધું ત્યાગ કરીને હરિનામ માં લીન કરી દીધું છે.
ਤਿਸੁ ਗੁਰ ਕੈ ਸਦਾ ਬਲਿ ਜਾਈਐ ॥ એ ગુરુને સદૈવ કુરબાન થવું જોઈએ,
ਹਰਿ ਸਿਮਰਨੁ ਜਿਸੁ ਗੁਰ ਤੇ ਪਾਈਐ ॥੨॥ જેના દ્વારા હરિ-સ્મરણની પ્રાપ્તિ થાય છે || ૨ ||
ਬੂਡਤ ਪ੍ਰਾਨੀ ਜਿਨਿ ਗੁਰਹਿ ਤਰਾਇਆ ॥ જે ગુરુએ ડૂબતા જીવોને પર કરાવ્યા છે,
ਜਿਸੁ ਪ੍ਰਸਾਦਿ ਮੋਹੈ ਨਹੀ ਮਾਇਆ ॥ જેમની દયાથી મોહ-માયા પણ પ્રભાવિત નથી કરતી,
ਹਲਤੁ ਪਲਤੁ ਜਿਨਿ ਗੁਰਹਿ ਸਵਾਰਿਆ ॥ જ ગુરુએ લોક-પરલોકને આશીર્વાદ આપ્યા છે,
ਤਿਸੁ ਗੁਰ ਊਪਰਿ ਸਦਾ ਹਉ ਵਾਰਿਆ ॥੩॥ તે ગુરુ પર સદા કુરબાન છું || ૩ ||
ਮਹਾ ਮੁਗਧ ਤੇ ਕੀਆ ਗਿਆਨੀ ॥ જેણે આપણને મૂર્ખ માંથી જ્ઞાની બનાવ્યા છે,
ਗੁਰ ਪੂਰੇ ਕੀ ਅਕਥ ਕਹਾਨੀ ॥ એ સંપૂર્ણ ગુરુની કથા વર્ણવી ન શકાય તેવી છે.
ਪਾਰਬ੍ਰਹਮ ਨਾਨਕ ਗੁਰਦੇਵ ॥ ਵਡੈ ਭਾਗਿ ਪਾਈਐ ਹਰਿ ਸੇਵ ॥੪॥੩॥ ગુરુ નાનક સ્પષ્ટ વચન આપે છે કે વાસ્તવમાં, પરમ બ્રહ્મ ગુરુદેવ છે. જે હરિ-સેવા દ્વારા સૌભાગ્યથી પ્રાપ્ત થાય છે. || ૪ || ૩ ||
ਪ੍ਰਭਾਤੀ ਮਹਲਾ ੫ ॥ પ્રભાતી મહેલ ૫
ਸਗਲੇ ਦੂਖ ਮਿਟੇ ਸੁਖ ਦੀਏ ਅਪਨਾ ਨਾਮੁ ਜਪਾਇਆ ॥ એ સચ્ચિદાનંદ જગદીશે આપણાં બધાં દુ:ખ ભુલાવીને સુખ પ્રદાન કર્યું છે અને તેમના નામ નો જાપ કરાવ્યો છે.
ਕਰਿ ਕਿਰਪਾ ਅਪਨੀ ਸੇਵਾ ਲਾਏ ਸਗਲਾ ਦੁਰਤੁ ਮਿਟਾਇਆ ॥੧॥ કૃપા કરીને તેની સેવામાં મૂકીને તેણે આપણા બધા દોષો દૂર કર્યા છે. || ૧ ||
ਹਮ ਬਾਰਿਕ ਸਰਨਿ ਪ੍ਰਭ ਦਇਆਲ ॥ અમે નાદાન બાળકો જ્યારે દયાળુ પ્રભુના શરણમાં આવ્યા તો
ਅਵਗਣ ਕਾਟਿ ਕੀਏ ਪ੍ਰਭਿ ਅਪੁਨੇ ਰਾਖਿ ਲੀਏ ਮੇਰੈ ਗੁਰ ਗੋਪਾਲਿ ॥੧॥ ਰਹਾਉ ॥ એને અમારા અવગુણોને દૂર કરીને પોતાનો બનાવી લીધો અને મારા ગુરુ પરમેશ્વરે મને બચાવી લીધો || ૧ || વિરામ ||
ਤਾਪ ਪਾਪ ਬਿਨਸੇ ਖਿਨ ਭੀਤਰਿ ਭਏ ਕ੍ਰਿਪਾਲ ਗੁਸਾਈ ॥ મલિક ની કૃપા થતા જ પળમાં બધા પાપ નષ્ટ થઇ ગયા
ਸਾਸਿ ਸਾਸਿ ਪਾਰਬ੍ਰਹਮੁ ਅਰਾਧੀ ਅਪੁਨੇ ਸਤਿਗੁਰ ਕੈ ਬਲਿ ਜਾਈ ॥੨॥ હું શ્વાસોશ્વાસથી પરબહ્મની આરાધના કરું છું અને મારા સદ્દગુરુ પર બલિહાર છું ||૨||
ਅਗਮ ਅਗੋਚਰੁ ਬਿਅੰਤੁ ਸੁਆਮੀ ਤਾ ਕਾ ਅੰਤੁ ਨ ਪਾਈਐ ॥ અમારો સ્વામી મન-વાણી, જ્ઞાનેન્દ્રિયોથી દૂર છે, એનો કોઈ અંત નથી, એનું રહસ્ય પામી શકાતું નથી
ਲਾਹਾ ਖਾਟਿ ਹੋਈਐ ਧਨਵੰਤਾ ਅਪੁਨਾ ਪ੍ਰਭੂ ਧਿਆਈਐ ॥੩॥ પોતાના પ્રભુનું ધ્યાન કરો, એનાથી લાભ લઈને ધનવાન થઇ શકાય છે || ૩ ||
error: Content is protected !!
Scroll to Top
http://kompen.jti.polinema.ac.id/application/ https://dinkes.pacitankab.go.id/comm/pandemo/ https://dinkes.pacitankab.go.id/comm/smaxwin/ https://expo.poltekkesdepkes-sby.ac.id/app_mobile/situs-gacor/ https://expo.poltekkesdepkes-sby.ac.id/app_mobile/demo-slot/ https://pdp.pasca.untad.ac.id/apps/akun-demo/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/pasca/ugacor/
https://jackpot-1131.com/ jp1131
http://kompen.jti.polinema.ac.id/application/ https://dinkes.pacitankab.go.id/comm/pandemo/ https://dinkes.pacitankab.go.id/comm/smaxwin/ https://expo.poltekkesdepkes-sby.ac.id/app_mobile/situs-gacor/ https://expo.poltekkesdepkes-sby.ac.id/app_mobile/demo-slot/ https://pdp.pasca.untad.ac.id/apps/akun-demo/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/pasca/ugacor/
https://jackpot-1131.com/ jp1131