Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-200

Page 200

ਅਹੰਬੁਧਿ ਮਨ ਪੂਰਿ ਥਿਧਾਈ ॥ અહંકારવાળી બુદ્ધિને કારણે મનુષ્યના મનને અહંકારની ચીકણાઈ લાગેલી રહે છે. તે ચીકણાઈને કારણે મન પર કોઈ ઉપદેશનો અસર થતો નથી. જેમ ચીકણા વાસણ પર પાણી નથી રહેતું.
ਸਾਧ ਧੂਰਿ ਕਰਿ ਸੁਧ ਮੰਜਾਈ ॥੧॥ જે મનુષ્યને ‘જનની ધુરી’ મીઠી લાગે છે, સાધુની ચરણ-ધૂળથી તેની બુદ્ધિ સાફ જાય છે અને શુદ્ધ થઈ જાય છે ॥૧॥જો મનુષ્ય અનેક તીર્થોનાં પાણીઓથી પોતાના શરીરને ધોતો રહે,
ਅਨਿਕ ਜਲਾ ਜੇ ਧੋਵੈ ਦੇਹੀ ॥ જો શરીરને ઘણા પાણીથી ધોવામાં આવે,
ਮੈਲੁ ਨ ਉਤਰੈ ਸੁਧੁ ਨ ਤੇਹੀ ॥੨॥ તો પણ તેના મનની ગંદકી ઉતરતી નથી, તે રીતે તે મનુષ્ય પવિત્ર નથી થઇ શકતો ॥૨॥
ਸਤਿਗੁਰੁ ਭੇਟਿਓ ਸਦਾ ਕ੍ਰਿਪਾਲ ॥ હે ભાઈ! જે મનુષ્યને સતગુરુ મળી જાય છે. જેના પર ગુરુ હંમેશા દયાવાન રહે છે.
ਹਰਿ ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਕਾਟਿਆ ਭਉ ਕਾਲ ॥੩॥ તે મનુષ્ય પરમાત્માનું નામ સ્મરણ કરી-કરીને પોતાની અંદરથી મૃત્યુનો ડર આધ્યાત્મિક મૃત્યુનો ખતરો દૂર કરી લે છે ॥૩॥
ਮੁਕਤਿ ਭੁਗਤਿ ਜੁਗਤਿ ਹਰਿ ਨਾਉ ॥ પ્રેમ-ભરેલી ભક્તિથી પરમાત્માના ગુણ ગાતો રહે. પરમાત્માનું નામ જ વિકારોથી છુટકારો અપાવે છે.
ਪ੍ਰੇਮ ਭਗਤਿ ਨਾਨਕ ਗੁਣ ਗਾਉ ॥੪॥੧੦੦॥੧੬੯॥ હે નાનક! નામ જ આધ્યાત્મિક જીવનનો ખોરાક છે, નામ જપવું જ જીવનની સાચી સંયોગ છે ॥૪॥૧૦૦॥૧૬૯॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਜੀਵਨ ਪਦਵੀ ਹਰਿ ਕੇ ਦਾਸ ॥ હે ભાઈ! જે મનુષ્ય પરમાત્માનું નામ સ્મરણ કરે છે. તે હરિનો દાસ છે. હરિના દાસોને ઉચ્ચ આધ્યાત્મિક દરજ્જો પ્રાપ્ત છે.
ਜਿਨ ਮਿਲਿਆ ਆਤਮ ਪਰਗਾਸੁ ॥੧॥ તે હરિના દાસોને મળીને આત્માને જ્ઞાનનો પ્રકાશ મળી જાય છે ॥૧॥
ਹਰਿ ਕਾ ਸਿਮਰਨੁ ਸੁਨਿ ਮਨ ਕਾਨੀ ॥ હે મન! ધ્યાનથી પરમાત્માનું નામ સાંભળ્યા કર.
ਸੁਖੁ ਪਾਵਹਿ ਹਰਿ ਦੁਆਰ ਪਰਾਨੀ ॥੧॥ ਰਹਾਉ ॥ હે પ્રાણી! નામ જપવાની કૃપાથી તું હરિના ઓટલા પર સુખ પ્રાપ્ત કરીશ ॥૧॥વિરામ॥
ਆਠ ਪਹਰ ਧਿਆਈਐ ਗੋਪਾਲੁ ॥ હરિના દાસોની સંગતિમાં રહીને આઠેય પ્રહર સૃષ્ટિના પાલનહાર પ્રભુને સ્મરણવા જોઈએ.
ਨਾਨਕ ਦਰਸਨੁ ਦੇਖਿ ਨਿਹਾਲੁ ॥੨॥੧੦੧॥੧੭੦॥ હે નાનક! નામ જપવાની કૃપાથી દરેક જગ્યાએ પરમાત્માનાં દર્શન કરીને મન ખીલેલુ રહે છે ॥૨॥૧૦૧॥૧૭૦॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਸਾਂਤਿ ਭਈ ਗੁਰ ਗੋਬਿਦਿ ਪਾਈ ॥ હે ભાઈ! ગોવિંદનાં રૂપ ગુરુએ જે મનુષ્યને નામનું દાન બક્ષી દીધું,
ਤਾਪ ਪਾਪ ਬਿਨਸੇ ਮੇਰੇ ਭਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥ તેની અંદર ઠંડી પડી ગઈ. તેના બધા દુઃખ-કષ્ટ અને પાપ નાશ થઈ ગયા ॥૧॥વિરામ॥
ਰਾਮ ਨਾਮੁ ਨਿਤ ਰਸਨ ਬਖਾਨ ॥ હે ભાઈ! જે મનુષ્ય પોતાની જીભથી હંમેશા પરમાત્માનું નામ ઉચાર્યા કરે છે,
ਬਿਨਸੇ ਰੋਗ ਭਏ ਕਲਿਆਨ ॥੧॥ તેના બધા રોગ દૂર થઈ જાય છે. તેની અંદર આનંદ જ આનંદ બની રહે છે ॥૧॥
ਪਾਰਬ੍ਰਹਮ ਗੁਣ ਅਗਮ ਬੀਚਾਰ ॥ હે ભાઈ! જે મનુષ્ય અગમ્ય પરબ્રહ્મ પ્રભુના ગુણોનો વિચાર કરતો રહે છે.
ਸਾਧੂ ਸੰਗਮਿ ਹੈ ਨਿਸਤਾਰ ॥੨॥ ગુરુની સંગતિમાં રહીને તેનો સંસાર-સમુદ્રથી પાર ઉતારો થઈ જાય છે. ॥૨॥
ਨਿਰਮਲ ਗੁਣ ਗਾਵਹੁ ਨਿਤ ਨੀਤ ॥ હે મિત્ર! હંમેશા પરમાત્માના ગુણ ગાતો રહે.
ਗਈ ਬਿਆਧਿ ਉਬਰੇ ਜਨ ਮੀਤ ॥੩॥ જે મનુષ્ય ગુણ ગાય છે, તેના દરેક રોગ દૂર થઇ જાય છે, તે મનુષ્ય રોગો-વિકારોથી બચી રહે છે ॥૩॥
ਮਨ ਬਚ ਕ੍ਰਮ ਪ੍ਰਭੁ ਅਪਨਾ ਧਿਆਈ ॥ કૃપા કર હું પોતાના મનથી વચનથી અને કર્મોથી હંમેશા પોતાના માલિક પ્રભુને સ્મરણ કરતો રહું
ਨਾਨਕ ਦਾਸ ਤੇਰੀ ਸਰਣਾਈ ॥੪॥੧੦੨॥੧੭੧॥ હે નાનક! પ્રભુ-ચરણોમાં પ્રાર્થના કરીને કહે, હે પ્રભુ! હું તારો દાસ તારી શરણે આવ્યો છું. ૪॥૧૦૨॥૧૭૧॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਨੇਤ੍ਰ ਪ੍ਰਗਾਸੁ ਕੀਆ ਗੁਰਦੇਵ ॥ હે ગુરુદેવ! જે મનુષ્યની આધ્યાત્મિક આંખોને તે જ્ઞાનનો પ્રકાશ આપ્યો.
ਭਰਮ ਗਏ ਪੂਰਨ ਭਈ ਸੇਵ ॥੧॥ ਰਹਾਉ ॥ તેના બધા વહેમ, જગ્યા-જગ્યાની ભટકન દુર થઈ ગઈ. તારા ઓટલા પર ટકીને કરેલી તેની સેવા સફળ થઈ ગઈ ॥૧॥વિરામ॥
ਸੀਤਲਾ ਤੇ ਰਖਿਆ ਬਿਹਾਰੀ ॥ ਪਾਰਬ੍ਰਹਮ ਪ੍ਰਭ ਕਿਰਪਾ ਧਾਰੀ ॥੧॥ હે સુંદર સ્વરૂપ! તે જ કૃપા કરીને શીતળાથી બચાવ્યા છે, હે પરબ્રહ્મ! હે પ્રભુ! કોઈ દેવી વગેરે તારા બરાબરની નથી ॥૧॥
ਨਾਨਕ ਨਾਮੁ ਜਪੈ ਸੋ ਜੀਵੈ ॥ હે નાનક! હે ભાઈ! જે મનુષ્ય બીજા બધા આશરા છોડીને પરમાત્માનું નામ જપે છે. તે આધ્યાત્મિક જીવન પ્રાપ્ત કરી લે છે.
ਸਾਧਸੰਗਿ ਹਰਿ ਅੰਮ੍ਰਿਤੁ ਪੀਵੈ ॥੨॥੧੦੩॥੧੭੨॥ કારણ કે તે સાધુ-સંગતમાં રહીને આધ્યાત્મિક જીવન દેનાર હરિ-નામ-રસ પીતો રહે છે ॥૨॥૧૦૩॥૧૭૨॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਧਨੁ ਓਹੁ ਮਸਤਕੁ ਧਨੁ ਤੇਰੇ ਨੇਤ ॥ હે પ્રભુ! ભાગ્યશાળી છે તે માથું જે તારા ઓટલે નમે છે. ભાગ્યશાળી છે તે આંખો જે તારા દર્શનમાં મસ્ત રહે છે.
ਧਨੁ ਓਇ ਭਗਤ ਜਿਨ ਤੁਮ ਸੰਗਿ ਹੇਤ ॥੧॥ ભાગ્યશાળી છે તે ભક્તજન જેનો તારા નામથી પ્રેમ બની રહે છે ॥૧॥
ਨਾਮ ਬਿਨਾ ਕੈਸੇ ਸੁਖੁ ਲਹੀਐ ॥ હે ભાઈ! પરમાત્માનું નામ સ્મરણ કર્યા. વિના ક્યારેય સુખ નથી મળી શકતું.
ਰਸਨਾ ਰਾਮ ਨਾਮ ਜਸੁ ਕਹੀਐ ॥੧॥ ਰਹਾਉ ॥ આ માટે હંમેશા જીભથી પરમાત્માનું નામ જપવું જોઈએ. પરમાત્માની મહિમા કરવી જોઈએ. ॥૧॥વિરામ॥
ਤਿਨ ਊਪਰਿ ਜਾਈਐ ਕੁਰਬਾਣੁ ॥ હે ભાઈ! તેના પરથી હંમેશા કુરબાન જવું જોઈએ.
ਨਾਨਕ ਜਿਨਿ ਜਪਿਆ ਨਿਰਬਾਣੁ ॥੨॥੧੦੪॥੧੭੩॥ હે નાનક! જેને જેને વાસના રહિત પ્રભુનું નામ જપ્યું છે. ॥૨॥૧૦૪॥૧૭૩॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਤੂੰਹੈ ਮਸਲਤਿ ਤੂੰਹੈ ਨਾਲਿ ॥ હે પ્રભુ! તું દરેક જગ્યાએ મારો સલાહકાર છે, તું જ દરેક જગ્યાએ મારી સાથે વસે છે.
ਤੂਹੈ ਰਾਖਹਿ ਸਾਰਿ ਸਮਾਲਿ ॥੧॥ તું જ જીવોની સાર લઈને સંભાળ કરીને રક્ષા કરે છે ॥૧॥
ਐਸਾ ਰਾਮੁ ਦੀਨ ਦੁਨੀ ਸਹਾਈ ॥ હે વીર! પરમાત્મા આ લોકમાં અને પરલોકમાં એવો સાથી છે.
ਦਾਸ ਕੀ ਪੈਜ ਰਖੈ ਮੇਰੇ ਭਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥ કે તે પોતાના સેવકનીઈજ્જત દરેક જગ્યાએ રાખે છે. ॥૧॥વિરામ॥
ਆਗੈ ਆਪਿ ਇਹੁ ਥਾਨੁ ਵਸਿ ਜਾ ਕੈ ॥ હે ભાઈ! જે પરમાત્માના વશમાં અમારું આ લોક છે. તે પોતે પરલોકમાં પણ અમારો રક્ષક છે.
ਆਠ ਪਹਰ ਮਨੁ ਹਰਿ ਕਉ ਜਾਪੈ ॥੨॥ હે ભાઈ! મારુ મન તો આઠેય પ્રહર તે પરમાત્માનું નામ જપે છે. ॥૨॥`
ਪਤਿ ਪਰਵਾਣੁ ਸਚੁ ਨੀਸਾਣੁ ॥ ਜਾ ਕਉ ਆਪਿ ਕਰਹਿ ਫੁਰਮਾਨੁ ॥੩॥ તેને જીવન-યાત્રામાં તારું હંમેશા સ્થિર રહેનાર નામ, એક તરીકે રાહદારી મળે છે, હે પ્રભુ! જે સેવક માટે તું પોતે હુકમ કરે છે. તેને તારા દરબારમાં આદર-સત્કાર મળે છે. તે તારા ઓટલે સ્વીકાર થાય છે, ॥૩॥
ਆਪੇ ਦਾਤਾ ਆਪਿ ਪ੍ਰਤਿਪਾਲਿ ॥ પરમાત્મા પોતે જ બધા જીવોને દાન આપનાર છે. પોતે જ સૌનું પાલન કરનાર છે.
ਨਿਤ ਨਿਤ ਨਾਨਕ ਰਾਮ ਨਾਮੁ ਸਮਾਲਿ ॥੪॥੧੦੫॥੧੭੪॥ હે નાનક! તું હંમેશા જ તે પરમાત્માનું નામ પોતાના હૃદયમાં સંભાળી રાખ ॥૪॥૧૦૫॥૧૭૪॥
ਗਉੜੀ ਮਹਲਾ ੫ ॥ ગૌરી રાગ મહેલ ૫॥
ਸਤਿਗੁਰੁ ਪੂਰਾ ਭਇਆ ਕ੍ਰਿਪਾਲੁ ॥ હે ભાઈ! અચૂક ગુરુ જે મનુષ્ય પર દયાવાન થાય છે.
ਹਿਰਦੈ ਵਸਿਆ ਸਦਾ ਗੁਪਾਲੁ ॥੧॥ સૃષ્ટિનો રક્ષક પરમાત્માનું નામ હંમેશા તેના હૃદયમાં વસી રહે છે. ॥૧॥
ਰਾਮੁ ਰਵਤ ਸਦ ਹੀ ਸੁਖੁ ਪਾਇਆ ॥ હે ભાઈ! જે મનુષ્ય પર સર્વ વ્યાપક પ્રભુ પતિએ કૃપા કરી છે.
error: Content is protected !!
Scroll to Top
https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/pasca/ugacor/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ https://bppkad.mamberamorayakab.go.id/.tmb/-/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/thailand/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html
https://pendidikanmatematika.pasca.untad.ac.id/wp-content/upgrade/demo-slot/ https://pendidikanmatematika.pasca.untad.ac.id/pasca/ugacor/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ https://bppkad.mamberamorayakab.go.id/.tmb/-/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/thailand/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html