Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-105

Page 105

ਕਰਿ ਕਿਰਪਾ ਪ੍ਰਭੁ ਭਗਤੀ ਲਾਵਹੁ ਸਚੁ ਨਾਨਕ ਅੰਮ੍ਰਿਤੁ ਪੀਏ ਜੀਉ ॥੪॥੨੮॥੩੫॥ હે પ્રભુ! જે મનુષ્યને તું કૃપા કરીને પોતાની ભક્તિમાં જોડે છે, તે આ નાનક તારું હંમેશા સ્થિર રહેનાર નામ અમૃત પીતો રહે છે ।।૪।।૨૮।।૩૫।।
ਮਾਝ ਮਹਲਾ ੫ ॥ માઝ મહેલ ૫।।
ਭਏ ਕ੍ਰਿਪਾਲ ਗੋਵਿੰਦ ਗੁਸਾਈ ॥ જેમ જ સૃષ્ટિનો પતિ પરમાત્મા બધા જીવો પર દયાવાન થાય છે.
ਮੇਘੁ ਵਰਸੈ ਸਭਨੀ ਥਾਈ ॥ તેમ વાદળ ઊંચે-નીચે બધી જગ્યાએ વરસાદ કરે છે,
ਦੀਨ ਦਇਆਲ ਸਦਾ ਕਿਰਪਾਲਾ ਠਾਢਿ ਪਾਈ ਕਰਤਾਰੇ ਜੀਉ ॥੧॥ તે કર્તાર, ગરીબો પર દયા કરનાર છે. જે હંમેશા જ કૃપાનું ઘર છે, સેવકોના હૃદયમાં નામની કૃપાથી શાંતિનું દાન આપ્યું છે ।।૧।।
ਅਪੁਨੇ ਜੀਅ ਜੰਤ ਪ੍ਰਤਿਪਾਰੇ ॥ જેમ જ પરમાત્મા પોતાના પેદા કરેલા બધા જીવ-જંતુઓનું પાલન કરે છે
ਜਿਉ ਬਾਰਿਕ ਮਾਤਾ ਸੰਮਾਰੇ ॥ હે ભાઈ! તેમ માં પોતાના બાળકોની સંભાળ રાખે છે,
ਦੁਖ ਭੰਜਨ ਸੁਖ ਸਾਗਰ ਸੁਆਮੀ ਦੇਤ ਸਗਲ ਆਹਾਰੇ ਜੀਉ ॥੨॥ બધાના દુઃખોનો નાશ કરનાર અને સુખોનાં સમુદ્ર માલિક પ્રભુ બધા જીવોને ખોરાક આપે છે ।।૨।।
ਜਲਿ ਥਲਿ ਪੂਰਿ ਰਹਿਆ ਮਿਹਰਵਾਨਾ ॥ હે ભાઈ! કૃપા કરનાર પરમાત્મા પાણીમાં ધરતીમાં બધી જગ્યાએ વ્યાપી રહ્યા છે.
ਸਦ ਬਲਿਹਾਰਿ ਜਾਈਐ ਕੁਰਬਾਨਾ ॥ તેનાથી કુરબાન થવું જોઈએ. બલિદાન આપવું જોઈએ.
ਰੈਣਿ ਦਿਨਸੁ ਤਿਸੁ ਸਦਾ ਧਿਆਈ ਜਿ ਖਿਨ ਮਹਿ ਸਗਲ ਉਧਾਰੇ ਜੀਉ ॥੩॥ હે ભાઈ! જે પરમાત્મા બધા જીવોને એક પળમાં સંસાર સમુદ્રથી બચાવી શકે છે, તેને દિવસ રાત દરેક સમયે સ્મરણ કરવા જોઈએ ।।૩।।
ਰਾਖਿ ਲੀਏ ਸਗਲੇ ਪ੍ਰਭਿ ਆਪੇ ॥ જે જે ભાગ્યશાળી પ્રભુની શરણ આવ્યા, પ્રભુએ તેને બધા દુઃખ-કષ્ટોથી સ્વયં બચાવી લીધા.
ਉਤਰਿ ਗਏ ਸਭ ਸੋਗ ਸੰਤਾਪੇ ॥ તેની બધી ચિંતા-ફિકર, બધા દુઃખ-કષ્ટ દૂર થઇ ગયા.
ਨਾਮੁ ਜਪਤ ਮਨੁ ਤਨੁ ਹਰੀਆਵਲੁ ਪ੍ਰਭ ਨਾਨਕ ਨਦਰਿ ਨਿਹਾਰੇ ਜੀਉ ॥੪॥੨੯॥੩੬॥ પરમાત્માનું નામ જપવાથી મનુષ્યનું મન, મનુષ્યનું શરીર ઉચ્ચ આધ્યાત્મિક જીવનની હરિયાળીનું સ્વરૂપ બની જાય છે,હે નાનક! પ્રાર્થના કર અને કહો કે, હે પ્રભુ! મારા પર પણ કૃપાની નજર કર, હું પણ તારું નામ સ્મરણ કરું છું ।।૪।।૨૯।।૩૬।।
ਮਾਝ ਮਹਲਾ ੫ ॥ માઝ મહેલ ૫।।
ਜਿਥੈ ਨਾਮੁ ਜਪੀਐ ਪ੍ਰਭ ਪਿਆਰੇ ॥ હે ભાઈ! જે જગ્યા પર પ્રેમાળ પ્રભુનું નામ સ્મરણ કરતા રહીએ,
ਸੇ ਅਸਥਲ ਸੋਇਨ ਚਉਬਾਰੇ ॥ તે ઉંચી નીચી જગ્યા પણ જાણે સોનાની હવેલીઓ છે.
ਜਿਥੈ ਨਾਮੁ ਨ ਜਪੀਐ ਮੇਰੇ ਗੋਇਦਾ ਸੇਈ ਨਗਰ ਉਜਾੜੀ ਜੀਉ ॥੧॥ પરંતુ, હે ગોવિંદ! જે સ્થાન પર તારું નામ જપવામાં ના આવે, તે વસેલા શહેર પણ ખંડેર સમાન છે ।।૧।।
ਹਰਿ ਰੁਖੀ ਰੋਟੀ ਖਾਇ ਸਮਾਲੇ ॥ હે ભાઈ! જે મનુષ્ય સુકાયેલી રોટલી ખાઇને પરમાત્માનું નામ પોતાના હૃદયમાં સાંભળીને રાખે છે.
ਹਰਿ ਅੰਤਰਿ ਬਾਹਰਿ ਨਦਰਿ ਨਿਹਾਲੇ ॥ પરમાત્મા તેની અંદર બહાર દરેક જગ્યાએ તેના પર કૃપાની નજર રાખે છે.
ਖਾਇ ਖਾਇ ਕਰੇ ਬਦਫੈਲੀ ਜਾਣੁ ਵਿਸੂ ਕੀ ਵਾੜੀ ਜੀਉ ॥੨॥ જે મનુષ્ય દુનિયાના પદાર્થ ખાઈ ખાઈને ખરાબ કામ જ કરતા રહે છે, તેને ઝેરનો બગીચો જાણો ।।૨।।
ਸੰਤਾ ਸੇਤੀ ਰੰਗੁ ਨ ਲਾਏ ॥ જે મનુષ્ય સંતો સાથે પ્રેમ નથી બનાવતો,
ਸਾਕਤ ਸੰਗਿ ਵਿਕਰਮ ਕਮਾਏ ॥ અને પરમાત્માથી તૂટેલા લોકો સાથે મળીને ખરાબ કર્મ કરતો રહે છે,
ਦੁਲਭ ਦੇਹ ਖੋਈ ਅਗਿਆਨੀ ਜੜ ਅਪੁਣੀ ਆਪਿ ਉਪਾੜੀ ਜੀਉ ॥੩॥ તે અણસમજુએ આ અતિ કિંમતી શરીર વ્યર્થ ગુમાવી લીધું છે, તે પોતાના મૂળ સ્વયં જ કાપી રહ્યો છે ।।૩।।
ਤੇਰੀ ਸਰਣਿ ਮੇਰੇ ਦੀਨ ਦਇਆਲਾ ॥ ਸੁਖ ਸਾਗਰ ਮੇਰੇ ਗੁਰ ਗੋਪਾਲਾ ॥ હે ગરીબો પર દયા કરનાર પ્રભુ! હે સુખોનાં સમુદ્ર! હે સૃષ્ટિના સૌથી મોટા પાલક! હું તારી શરણે આવ્યો છું.
ਕਰਿ ਕਿਰਪਾ ਨਾਨਕੁ ਗੁਣ ਗਾਵੈ ਰਾਖਹੁ ਸਰਮ ਅਸਾੜੀ ਜੀਉ ॥੪॥੩੦॥੩੭॥ હે પ્રભુ! કૃપા કરો, તમારો દાસ નાનક તમારા ગુણો ગાતો રહે. અમારી લજ્જા રાખો, અમે વિકારોથી નષ્ટ ના થઈએ ।।૪।।૩૦।।૪૭।।
ਮਾਝ ਮਹਲਾ ੫ ॥ માઝ મહેલ ૫।।
ਚਰਣ ਠਾਕੁਰ ਕੇ ਰਿਦੈ ਸਮਾਣੇ ॥ જે મનુષ્યનો નિવાસ ગુરુની સંગતિમાં બનેલો રહે છે,તેના હૃદયમાં પાલનહાર પ્રભુના ચરણ હંમેશા ટકેલાં રહે છે
ਕਲਿ ਕਲੇਸ ਸਭ ਦੂਰਿ ਪਇਆਣੇ ॥ તેની અંદરથી બધા પ્રકારના ઝઘડા દુઃખ-કષ્ટ કુચ કરી જાય છે.
ਸਾਂਤਿ ਸੂਖ ਸਹਜ ਧੁਨਿ ਉਪਜੀ ਸਾਧੂ ਸੰਗਿ ਨਿਵਾਸਾ ਜੀਉ ॥੧॥ તેના હૃદયમાં શાંત આધ્યાત્મિક આનંદ આધ્યાત્મિક સ્થિરતાની લહેર પેદા થઇ જાય છે ।।૧।।
ਲਾਗੀ ਪ੍ਰੀਤਿ ਨ ਤੂਟੈ ਮੂਲੇ ॥ પ્રભુ ચરણો સાથે લાગેલી તેની પ્રીતિ ક્યારેય તૂટતી નથી,
ਹਰਿ ਅੰਤਰਿ ਬਾਹਰਿ ਰਹਿਆ ਭਰਪੂਰੇ ॥ તેને પોતાની અંદર અને બહાર જગતમાં બધી જગ્યા પરમાત્મા જ વ્યાપક દેખાય છે
ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਗੁਣ ਗਾਵਾ ਕਾਟੀ ਜਮ ਕੀ ਫਾਸਾ ਜੀਉ ॥੨॥ જે મનુષ્ય હંમેશા પરમાત્માનું નામ સ્મરણ કરી કરીને તેની મહિમાનાં ગીત ગાતા રહે છે, તેની યમરાજ દ્વારા અપાતી ફાંસી કાપવામાં આવે છે. ।।૨।।
ਅੰਮ੍ਰਿਤੁ ਵਰਖੈ ਅਨਹਦ ਬਾਣੀ ॥ તેની અંદર મહિમાની વાણીની કૃપાથી એક રસ નામ અમૃતનો વરસાદ થાય છે.
ਮਨ ਤਨ ਅੰਤਰਿ ਸਾਂਤਿ ਸਮਾਣੀ ॥ તેના મનમાં તેના શરીરમાં જ્ઞાનેન્દ્રિયોમાં શાંતિ ટકેલી રહે છે
ਤ੍ਰਿਪਤਿ ਅਘਾਇ ਰਹੇ ਜਨ ਤੇਰੇ ਸਤਿਗੁਰਿ ਕੀਆ ਦਿਲਾਸਾ ਜੀਉ ॥੩॥ હે પ્રભુ! જે સૌભાગ્યશાળીઓને વિકારોનો ટકરાવ કરવા માટે ગુરુએ હોંસલો આપ્યો, તે તારા સેવક માયાની તૃષ્ણા તરફથી પુરી રીતે તૃપ્ત થઈ જાય છે ।।૩।।
ਜਿਸ ਕਾ ਸਾ ਤਿਸ ਤੇ ਫਲੁ ਪਾਇਆ ॥ તેની આશાઓ પુરી થઇ ગઈ, ગુરુએ કૃપા કરીને જે મનુષ્યને પ્રભુને ચરણોમાં જોડી દીધાં.
ਕਰਿ ਕਿਰਪਾ ਪ੍ਰਭ ਸੰਗਿ ਮਿਲਾਇਆ ॥ તેને તે પ્રભુથી જીવન હેતુ પ્રાપ્ત કરી લીધો, જેનો તે મોકલેલો છે.
ਆਵਣ ਜਾਣ ਰਹੇ ਵਡਭਾਗੀ ਨਾਨਕ ਪੂਰਨ ਆਸਾ ਜੀਉ ॥੪॥੩੧॥੩੮॥ હે નાનક! તે સૌભાગ્યશાળી મનુષ્યના જન્મ મરણના ચક્કર પૂરા થઇ ગયા. ।।૪।।૩૧।।૩૮।।
ਮਾਝ ਮਹਲਾ ੫ ॥ માઝ મહેલ ૫।।
ਮੀਹੁ ਪਇਆ ਪਰਮੇਸਰਿ ਪਾਇਆ ॥ જયારે જયારે વરસાદ આવ્યો, પરમેશ્વરે વરસાદ કર્યો તો
ਜੀਅ ਜੰਤ ਸਭਿ ਸੁਖੀ ਵਸਾਇਆ ॥ તેના બધા જીવ-જંતુ સુખી વસાવી દીધા.
ਗਇਆ ਕਲੇਸੁ ਭਇਆ ਸੁਖੁ ਸਾਚਾ ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਸਮਾਲੀ ਜੀਉ ॥੧॥ તેમ જ, જયારે જયારે હું પરમાત્માનું નામ પોતાના હૃદયમાં વસાવું છું, મારી અંદરથી દુઃખ-કષ્ટ પૂરા થઈ રહ્યા છે અને હંમેશા સ્થિર રહેનાર આધ્યાત્મિક આનંદ મારી અંદર ટકી રહે છે ।।૧।।
ਜਿਸ ਕੇ ਸੇ ਤਿਨ ਹੀ ਪ੍ਰਤਿਪਾਰੇ ॥ જેમ વરસાદ કરીને પરબ્રહ્મ પ્રભુ તે બધા જીવ-જંતુઓનું પાલન કરે છે
ਪਾਰਬ੍ਰਹਮ ਪ੍ਰਭ ਭਏ ਰਖਵਾਰੇ ॥ જે તેને પેદા કરેલા છે બધાનો રક્ષક બને છે, તેમ જ તેના નામના વરસાદને કારણે જયારે જયારે મેં વિનંતી કરી તો
ਸੁਣੀ ਬੇਨੰਤੀ ਠਾਕੁਰਿ ਮੇਰੈ ਪੂਰਨ ਹੋਈ ਘਾਲੀ ਜੀਉ ॥੨॥ મારા પાલનહાર પ્રભુએ મારી વિનંતી સાંભળી અને મારી સેવા ભક્તિની મહેનત માથે ચડી ગઈ ।।૨।।
error: Content is protected !!
Scroll to Top
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html