Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-159

Page 159

ਭਗਤਿ ਕਰਹਿ ਮੂਰਖ ਆਪੁ ਜਣਾਵਹਿ ॥ મૂર્ખ લોકો રાસ કરે છે અને પોતાની જાતને ભક્ત દેખાડે છે,
ਨਚਿ ਨਚਿ ਟਪਹਿ ਬਹੁਤੁ ਦੁਖੁ ਪਾਵਹਿ ॥ તે મૂર્ખ રાસ કરતી વખતે નાચી નાચીને કુદે છે પરંતુ અંતરાત્મા અહંકારને કારણે આધ્યાત્મિક આનંદની જગ્યાએ દુઃખ જ દુઃખ મેળવે છે
ਨਚਿਐ ਟਪਿਐ ਭਗਤਿ ਨ ਹੋਇ ॥ નાચવા-કુદવાથી ભક્તિ થતી નથી.
ਸਬਦਿ ਮਰੈ ਭਗਤਿ ਪਾਏ ਜਨੁ ਸੋਇ ॥੩॥ પરમાત્માની ભક્તિ તે જ મનુષ્ય પ્રાપ્ત કરી શકે છે, જે ગુરુના શબ્દમાં જોડાઈને અહંકારથી સ્વયંને મારી લે છે ॥૩॥
ਭਗਤਿ ਵਛਲੁ ਭਗਤਿ ਕਰਾਏ ਸੋਇ ॥ પ્રભુ પોતે જ ભક્તોથી પોતાની ભક્તિ કરાવે છે
ਸਚੀ ਭਗਤਿ ਵਿਚਹੁ ਆਪੁ ਖੋਇ ॥ પોતાના અંતર્મન માંથી અહંકારનો નાશ કરવો જ સાચી ભક્તિ છે
ਮੇਰਾ ਪ੍ਰਭੁ ਸਾਚਾ ਸਭ ਬਿਧਿ ਜਾਣੈ ॥ મારા સત્ય સ્વરૂપ પ્રભુ જીવોથી ભક્તિ કરાવવાની બધી વિધિઓને જાણે છે
ਨਾਨਕ ਬਖਸੇ ਨਾਮੁ ਪਛਾਣੈ ॥੪॥੪॥੨੪॥ હે નાનક! પ્રભુ તેને જ ક્ષમા કરી દે છે જે તેના નામને ઓળખી લે છે ॥૪॥૪॥૨૪॥
ਗਉੜੀ ਗੁਆਰੇਰੀ ਮਹਲਾ ੩ ॥ ગૌરી રાગ ગુઆરેરી મહેલ ૩॥
ਮਨੁ ਮਾਰੇ ਧਾਤੁ ਮਰਿ ਜਾਇ ॥ તે મનુષ્યની માયાવાળી ભટકણ સમાપ્ત થઇ જાય છે
ਬਿਨੁ ਮੂਏ ਕੈਸੇ ਹਰਿ ਪਾਇ ॥ ગુરુની શરણ પડીને જે મનુષ્ય પોતાના મનને કાબુ કરી લે છે
ਮਨੁ ਮਰੈ ਦਾਰੂ ਜਾਣੈ ਕੋਇ ॥ મન વશમાં આવ્યા વગર પરમાત્માની પ્રાપ્તિ થઇ શકતી નથી.
ਮਨੁ ਸਬਦਿ ਮਰੈ ਬੂਝੈ ਜਨੁ ਸੋਇ ॥੧॥ તે મનુષ્યનું મન વશમાં આવે છે, જે આને વશમાં લાવવાની દવા જાણે છે, જે મનુષ્ય ગુરુની શરણ પડે છે તે જ સમજે છે કે મન ગુરુના શબ્દમાં જોડાવાથી જ વશમાં આવી શકે છે ॥૧॥
ਜਿਸ ਨੋ ਬਖਸੇ ਦੇ ਵਡਿਆਈ ॥ હે ભાઈ! જે મનુષ્ય પર પરમાત્મા કૃપા કરે છે તેને આ આદર આપે છે
ਗੁਰ ਪਰਸਾਦਿ ਹਰਿ ਵਸੈ ਮਨਿ ਆਈ ॥੧॥ ਰਹਾਉ ॥ અને ગુરુની કૃપાથી તે પ્રભુ તેના મનમાં આવે વસે છે ॥૧॥વિરામ॥
ਗੁਰਮੁਖਿ ਕਰਣੀ ਕਾਰ ਕਮਾਵੈ ॥ જયારે મનુષ્ય ગુરુની સન્મુખ રહેનાર મનુષ્યોવાળા આચરણ બનાવવાનું કાર્ય કરે છે,
ਤਾ ਇਸੁ ਮਨ ਕੀ ਸੋਝੀ ਪਾਵੈ ॥ ત્યારે તેને આ મનના સ્વભાવની સમજ આવી જાય છે ત્યારે તે સમજી લે છે
ਮਨੁ ਮੈ ਮਤੁ ਮੈਗਲ ਮਿਕਦਾਰਾ ॥ મન અહંકારમાં મસ્ત રહે છે જેમ કોઈ હાથી ઉન્મત્તમાં મસ્ત હોય.
ਗੁਰੁ ਅੰਕਸੁ ਮਾਰਿ ਜੀਵਾਲਣਹਾਰਾ ॥੨॥ ગુરુ જ આધ્યાત્મિક મૃત્યુ મરેલા આ મનને પોતાના શબ્દનો અંકુશ મારીને ફરીથી આધ્યાત્મિક જીવન દેવા સમર્થ છે ॥૨॥
ਮਨੁ ਅਸਾਧੁ ਸਾਧੈ ਜਨੁ ਕੋਇ ॥ આ મન સહેલાઈથી વશમાં આવી શકતું નથી. કોઈ દુર્લભ મનુષ્ય ગુરુની શરણ પડીને આને વશમાં લાવે છે.
ਅਚਰੁ ਚਰੈ ਤਾ ਨਿਰਮਲੁ ਹੋਇ ॥ જગ મનુષ્ય ગુરુની સહાયતાથી પોતાના મનની ચંચળતાને સમાપ્ત કરી લે છે, ત્યારે મન પવિત્ર થઈ જાય છે.
ਗੁਰਮੁਖਿ ਇਹੁ ਮਨੁ ਲਇਆ ਸਵਾਰਿ ॥ ગુરુની શરણ પડનાર મનુષ્ય આ મનને સુંદર બનાવી લે છે.
ਹਉਮੈ ਵਿਚਹੁ ਤਜੇ ਵਿਕਾਰ ॥੩॥ તે પોતાની અંદરથી અહંકાર ત્યાગીને વિકારોને છોડી દે છે ॥૩॥
ਜੋ ਧੁਰਿ ਰਾਖਿਅਨੁ ਮੇਲਿ ਮਿਲਾਇ ॥ જે મનુષ્યોને પરમાત્માએ પોતાની ધૂર દરગાહથી જ ગુરૂના ચરણોમાં જોડાઈને વિકારોથી બચાવી લીધા છે,
ਕਦੇ ਨ ਵਿਛੁੜਹਿ ਸਬਦਿ ਸਮਾਇ ॥ તે ગુરુના શબ્દમાં લીન રહીને ક્યારેય તે પરમાત્માથી અલગ થતા નથી.
ਆਪਣੀ ਕਲਾ ਆਪੇ ਹੀ ਜਾਣੈ ॥ હે નાનક! પરમાત્મા પોતાની આ અસીમ તાકાત પોતે જ જાણે છે.
ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਪਛਾਣੈ ॥੪॥੫॥੨੫॥ આ વાત પ્રત્યક્ષ છે કે જે મનુષ્ય ગુરુની શરણ પડે છે તે પરમાત્માના નામને ઓળખે છે નામની સાથે ગાઢ સંધિ બનાવી લે છે ॥૪॥૫॥૨૫॥
ਗਉੜੀ ਗੁਆਰੇਰੀ ਮਹਲਾ ੩ ॥ ગૌરી રાગ ગુઆરેરી મહેલ ૩
ਹਉਮੈ ਵਿਚਿ ਸਭੁ ਜਗੁ ਬਉਰਾਨਾ ॥ હે ભાઈ! પ્રભુ નામથી વંચીત થઈને અહંકારમાં ફસાઈને આખું જગત પાગલ થઇ રહ્યું છે,
ਦੂਜੈ ਭਾਇ ਭਰਮਿ ਭੁਲਾਨਾ ॥ માયાના મોહને કારણે ભટકણમાં પડીને ખોટા રસ્તે જઈ રહ્યો છે.
ਬਹੁ ਚਿੰਤਾ ਚਿਤਵੈ ਆਪੁ ਨ ਪਛਾਨਾ ॥ બીજા પણ ઘણા પ્રકારના વિચારો વિચારતો રહે છે પરંતુ પોતાના આદ્યાત્મિક જીવનને છાંટતો નથી.
ਧੰਧਾ ਕਰਤਿਆ ਅਨਦਿਨੁ ਵਿਹਾਨਾ ॥੧॥ આ રીતે માયા માટે દોડ-ભાગ કરતાં કરતાં માયાધારી જીવનો દરેક દિવસ વીતી રહ્યો છે ॥૧॥
ਹਿਰਦੈ ਰਾਮੁ ਰਮਹੁ ਮੇਰੇ ਭਾਈ ॥ હે ભાઈ! પોતાના હૃદયમાં પરમાત્માનું નામ સ્મરણ કરતો રહે.
ਗੁਰਮੁਖਿ ਰਸਨਾ ਹਰਿ ਰਸਨ ਰਸਾਈ ॥੧॥ ਰਹਾਉ ॥ ગુરુની શરણ પડીને પોતાની જીભને પરમાત્માના નામ રસથી રસીલી બનાવ ॥૧॥વિરામ॥
ਗੁਰਮੁਖਿ ਹਿਰਦੈ ਜਿਨਿ ਰਾਮੁ ਪਛਾਤਾ ॥ જે મનુષ્યએ ગુરુની શરણ પડીને પોતાના હૃદયમાં પરમાત્મા સાથે ઓળખાણ બનાવી લીધી,
ਜਗਜੀਵਨੁ ਸੇਵਿ ਜੁਗ ਚਾਰੇ ਜਾਤਾ ॥ તે મનુષ્ય જગતની જિંદગીના આશરે પરમાત્માની સેવા ભક્તિ કરીને હંમેશા માટે પ્રગટ થઇ જાય છે.
ਹਉਮੈ ਮਾਰਿ ਗੁਰ ਸਬਦਿ ਪਛਾਤਾ ॥ જીવોના કરેલા કર્મો અનુસાર જીવોને પેદા કરનાર પરમાત્મા જે મનુષ્ય પર કૃપા કરે છે
ਕ੍ਰਿਪਾ ਕਰੇ ਪ੍ਰਭ ਕਰਮ ਬਿਧਾਤਾ ॥੨॥ તે મનુષ્ય પોતાની અંદરથી અહંકાર દૂર કરીને ગુરુના શબ્દ દ્વારા પરમાત્માની સાથે સંધિ નાખી લે છે ॥૨॥
ਸੇ ਜਨ ਸਚੇ ਜੋ ਗੁਰ ਸਬਦਿ ਮਿਲਾਏ ॥ જે મનુષ્યોને પરમાત્મા ગુરુના શબ્દથી જોડે છે,
ਧਾਵਤ ਵਰਜੇ ਠਾਕਿ ਰਹਾਏ ॥ જેને માયાની પાછળ દોડવાથી પ્રતિબંધ છે અને રોકીને રાખે છે, તે મનુષ્ય પરમાત્માનું રૂપ થઇ જાય છે.
ਨਾਮੁ ਨਵ ਨਿਧਿ ਗੁਰ ਤੇ ਪਾਏ ॥ તે મનુષ્ય ગુરુથી પરમાત્માનું નામ પ્રાપ્ત કરી લે છે જે એના માટે જેમ, ધરતીના નવ જ ખજાના છે.
ਹਰਿ ਕਿਰਪਾ ਤੇ ਹਰਿ ਵਸੈ ਮਨਿ ਆਏ ॥੩॥ પોતાની કૃપાથી પરમાત્મા તેના મનમાં આવી વસે છે ॥૩॥
ਰਾਮ ਰਾਮ ਕਰਤਿਆ ਸੁਖੁ ਸਾਂਤਿ ਸਰੀਰ ॥ હે ભાઈ! પરમાત્માનું નામ સ્મરણ કરવાથી શરીરને આનંદ મળે છે શાંતિ મળે છે.
ਅੰਤਰਿ ਵਸੈ ਨ ਲਾਗੈ ਜਮ ਪੀਰ ॥ જે મનુષ્યની અંદર હરિ-નામ આવી વસે છે, તેને યમરાજનું દુઃખ સ્પર્શી શકતું નથી.
ਆਪੇ ਸਾਹਿਬੁ ਆਪਿ ਵਜੀਰ ॥ જે પરમાત્મા પોતે જગતનો માલિક છે અને પોતે જ જગતનું પાલન વગેરે કરવામાં સલાહ દેનારો છે.
ਨਾਨਕ ਸੇਵਿ ਸਦਾ ਹਰਿ ਗੁਣੀ ਗਹੀਰ ॥੪॥੬॥੨੬॥ હે નાનક! જે બધા ગુણોનો માલિક છે જે મોટા જીગરવાળો છે, તું હંમેશા તેની સેવા-ભક્તિ કર ॥૪॥૬॥૨૬॥
ਗਉੜੀ ਗੁਆਰੇਰੀ ਮਹਲਾ ੩ ॥ ગૌરી રાગ ગુઆરેરી મહેલ ૩॥
ਸੋ ਕਿਉ ਵਿਸਰੈ ਜਿਸ ਕੇ ਜੀਅ ਪਰਾਨਾ ॥ હે ભાઈ! જે પરમાત્માના દીધેલા આ જીવ -પ્રાણ છે
ਸੋ ਕਿਉ ਵਿਸਰੈ ਸਭ ਮਾਹਿ ਸਮਾਨਾ ॥ જે પરમાત્મા બધા જીવોમાં વ્યાપક છે,
ਜਿਤੁ ਸੇਵਿਐ ਦਰਗਹ ਪਤਿ ਪਰਵਾਨਾ ॥੧॥ જેની સેવા-ભક્તિ કરવાથી તેની દરબારમાં આદર મળે છે, દરબારમાં સ્વીકાર થઇ જાય છે, તેને કદી પણ મનથી ભૂલવા ન જોઈએ ॥૧॥
ਹਰਿ ਕੇ ਨਾਮ ਵਿਟਹੁ ਬਲਿ ਜਾਉ ॥ હું પરમાત્માના નામથી હંમેશા કુરબાન જાવ છું.
ਤੂੰ ਵਿਸਰਹਿ ਤਦਿ ਹੀ ਮਰਿ ਜਾਉ ॥੧॥ ਰਹਾਉ ॥ હે પ્રભુ! જયારે તું મને ભૂલી જાય છે, તે સમય મારુ આધ્યાત્મિક મૃત્યુ થઇ જાય છે ॥૧॥વિરામ॥
ਤਿਨ ਤੂੰ ਵਿਸਰਹਿ ਜਿ ਤੁਧੁ ਆਪਿ ਭੁਲਾਏ ॥ જો ગુરુ મળી જાય તો મનુષ્યની અંદર ઊંચી બુદ્ધિ પેદા થઇ જાય છે.
error: Content is protected !!
Scroll to Top
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html
https://mta.sertifikasi.upy.ac.id/application/mdemo/ slot gacor slot demo https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/
https://jackpot-1131.com/ https://maindijp1131tk.net/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-situs-slot-gacor-pg.html https://netizenews.blob.core.windows.net/barang-langka/bocoran-tips-gampang-maxwin-terbaru.html