Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-265

Page 265

ਹਰਿ ਕਾ ਨਾਮੁ ਜਨ ਕਉ ਭੋਗ ਜੋਗ ॥ ત્યાગીઓ યોગસાધના કરે છે અને ગૃહસ્થી અને માયાનો ત્યાગ કરે છે ભક્તજનને માટે પ્રભુનું નામ જ છે
ਹਰਿ ਨਾਮੁ ਜਪਤ ਕਛੁ ਨਾਹਿ ਬਿਓਗੁ ॥ પ્રભુ નું નામ જપતાં જપતાં તેને કોઈ જ દુઃખ અને કષ્ટ નથી આવતાં
ਜਨੁ ਰਾਤਾ ਹਰਿ ਨਾਮ ਕੀ ਸੇਵਾ ॥ પ્રભુના ભક્ત સદાય પ્રભુના નામ ની સેવા અને સ્મરણમાં મસ્ત રહે છે
ਨਾਨਕ ਪੂਜੈ ਹਰਿ ਹਰਿ ਦੇਵਾ ॥੬॥ હે નાનક! ભક્ત સદા પ્રભુ દેવને જ પૂજે છે ।।૬।।
ਹਰਿ ਹਰਿ ਜਨ ਕੈ ਮਾਲੁ ਖਜੀਨਾ ॥ પ્રભુનું નામ ભક્તોને માટે માલ ધન બરોબર છે
ਹਰਿ ਧਨੁ ਜਨ ਕਉ ਆਪਿ ਪ੍ਰਭਿ ਦੀਨਾ ॥ આ નામ પ્રભુએ પોતાના ભક્તોને આપેલું છે
ਹਰਿ ਹਰਿ ਜਨ ਕੈ ਓਟ ਸਤਾਣੀ ॥ ભક્તને માટે પ્રભુનું નામ જ બહુ જ મોટો આશરો છે
ਹਰਿ ਪ੍ਰਤਾਪਿ ਜਨ ਅਵਰ ਨ ਜਾਣੀ ॥ ભક્તોને પ્રભુ ના પ્રતાપથી કોઈ બીજા આશરા ની જરૂર નથી પડતી
ਓਤਿ ਪੋਤਿ ਜਨ ਹਰਿ ਰਸਿ ਰਾਤੇ ॥ ભક્તજનો પ્રભુ નામ રસમાં ડૂબી જાય છે
ਸੁੰਨ ਸਮਾਧਿ ਨਾਮ ਰਸ ਮਾਤੇ ॥ નામ રસમાં મસ્ત થઈને મનની અંદર આનંદ લે છે જે નિર્વિચાર અવસ્થા હોય છે
ਆਠ ਪਹਰ ਜਨੁ ਹਰਿ ਹਰਿ ਜਪੈ ॥ પ્રભુ ના ભક્તો આઠેય પહોર પ્રભુને જ જપે છે
ਹਰਿ ਕਾ ਭਗਤੁ ਪ੍ਰਗਟ ਨਹੀ ਛਪੈ ॥ ભક્ત જગતમાં પ્રગટ થઈ જાય છે છુપા રહેતા નથી
ਹਰਿ ਕੀ ਭਗਤਿ ਮੁਕਤਿ ਬਹੁ ਕਰੇ ॥ પ્રભુની ભક્તિ અનંત જીવોને વિકાર માંથી છુટકારો અપાવે છે
ਨਾਨਕ ਜਨ ਸੰਗਿ ਕੇਤੇ ਤਰੇ ॥੭॥ હે નાનક! ભક્ત ની સંગતિ માં બીજાં ઘણાં બધા લોકો પણ પાર થઈ જાય છે ।।૭।।
ਪਾਰਜਾਤੁ ਇਹੁ ਹਰਿ ਕੋ ਨਾਮ ॥ પ્રભુનું નામ પારિજાત નું વૃક્ષ છે
ਕਾਮਧੇਨ ਹਰਿ ਹਰਿ ਗੁਣ ਗਾਮ ॥ પ્રભુ ગુણ ગાવાની ઈચ્છા કામધેનું છે
ਸਭ ਤੇ ਊਤਮ ਹਰਿ ਕੀ ਕਥਾ ॥ પ્રભુના મહિમાની વાતો બીજી બધી વાતોથી સારી છે
ਨਾਮੁ ਸੁਨਤ ਦਰਦ ਦੁਖ ਲਥਾ ॥ કારણ કે પ્રભુનું નામ સાંભળીને બધાં જ દુઃખ દર્દ ખતમ થઇ જાય છે
ਨਾਮ ਕੀ ਮਹਿਮਾ ਸੰਤ ਰਿਦ ਵਸੈ ॥ પ્રભુ નામ ની મહિમા સંતોના હૃદયમાં વસે છે
ਸੰਤ ਪ੍ਰਤਾਪਿ ਦੁਰਤੁ ਸਭੁ ਨਸੈ ॥ સંતો ના પ્રતાપથી બધાં જ પાપ દૂર થઈ જાય છે
ਸੰਤ ਕਾ ਸੰਗੁ ਵਡਭਾਗੀ ਪਾਈਐ ॥ ખૂબ જ ભાગ્યથી સંતોને સંગતિ મળી શકે છે
ਸੰਤ ਕੀ ਸੇਵਾ ਨਾਮੁ ਧਿਆਈਐ ॥ સંતોની સેવા કરવાથી પ્રભુના નામનું સ્મરણ કરવામાં આવે છે
ਨਾਮ ਤੁਲਿ ਕਛੁ ਅਵਰੁ ਨ ਹੋਇ ॥ પ્રભુ નામ ની બરાબરીમાં કોઈ પણ પદાર્થ ન આવી શકે
ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਪਾਵੈ ਜਨੁ ਕੋਇ ॥੮॥੨॥ હે નાનક! ગુરુ ની સામે આવીને કોઈ વિરલા મનુષ્ય નામ નું દાન પામે છે ।।૮।।૧૨।।
ਸਲੋਕੁ ॥ શ્લોક।।
ਬਹੁ ਸਾਸਤ੍ਰ ਬਹੁ ਸਿਮ੍ਰਿਤੀ ਪੇਖੇ ਸਰਬ ਢਢੋਲਿ ॥ ઘણા બધાં શાસ્ત્ર અને ઘણી બધી શ્રુતિઓ બધાં જ અમે શોધીને જોઈ લીધા આ બધી પુસ્તકો ઘણી બધી ધાર્મિક ચર્ચાઓ અને ભાઈચારાની રીત શીખવાડે છે
ਪੂਜਸਿ ਨਾਹੀ ਹਰਿ ਹਰੇ ਨਾਨਕ ਨਾਮ ਅਮੋਲ ॥੧॥ હે નાનક! પણ તે અકાલ પુરખ ના નામની બરાબરી નથી કરી શકતા અને પ્રભુના નામ નું મૂળ પામી નથી શકાતું ।।૧।।
ਅਸਟਪਦੀ ॥ અષ્ટપદી।।
ਜਾਪ ਤਾਪ ਗਿਆਨ ਸਭਿ ਧਿਆਨ ॥ જો કોઈ વેદ મંત્રોના જાપ કરેધૂણી ધખાવીને શરીર ને તપાવે અને ઘણાં બધાં જ્ઞાનની વાતો કરે અને દેવતાઓ નું ધ્યાન ધરે
ਖਟ ਸਾਸਤ੍ਰ ਸਿਮ੍ਰਿਤਿ ਵਖਿਆਨ ॥ છ શાસ્ત્ર અને શ્રુતિઓ ના ઉપદેશ કરે
ਜੋਗ ਅਭਿਆਸ ਕਰਮ ਧ੍ਰਮ ਕਿਰਿਆ ॥ યોગ સાધના કરે કર્મકાંડ અને ધર્મની ક્રિયા કરે
ਸਗਲ ਤਿਆਗਿ ਬਨ ਮਧੇ ਫਿਰਿਆ ॥ અથવા બધાં કામ છોડીને જંગલમાં ભટકતો ફરે
ਅਨਿਕ ਪ੍ਰਕਾਰ ਕੀਏ ਬਹੁ ਜਤਨਾ ॥ અનેક પ્રકારના ઘણાં બધાં યજ્ઞ કરે
ਪੁੰਨ ਦਾਨ ਹੋਮੇ ਬਹੁ ਰਤਨਾ ॥ પુણ્ય દાન કરીને ઘણા બધા ઘી થી હવન કરે
ਸਰੀਰੁ ਕਟਾਇ ਹੋਮੈ ਕਰਿ ਰਾਤੀ ॥ પોતાના શરીરના ટુકડે ટુકડા કરીને આગમાં જલાવી નાખે
ਵਰਤ ਨੇਮ ਕਰੈ ਬਹੁ ਭਾਤੀ ॥ ઘણી પ્રકાર ના બંધન કરે.
ਨਹੀ ਤੁਲਿ ਰਾਮ ਨਾਮ ਬੀਚਾਰ ॥ આ બધાં જ પ્રભુના નામ ના વિચાર બરાબર પણ નથી
ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਜਪੀਐ ਇਕ ਬਾਰ ॥੧॥ ભલે, હે નાનક આ નામ એકવાર પણ ગુરુની સન્મુખ થઈને જપવામાં આવે ।।૧।।
ਨਉ ਖੰਡ ਪ੍ਰਿਥਮੀ ਫਿਰੈ ਚਿਰੁ ਜੀਵੈ ॥ જો કોઈ મનુષ્ય આખી ધરતી ઉપર ફરે લાંબી ઉંમર જીવે
ਮਹਾ ਉਦਾਸੁ ਤਪੀਸਰੁ ਥੀਵੈ ॥ જગતથી ભાગીને મોટો તપસ્વી બની જાય
ਅਗਨਿ ਮਾਹਿ ਹੋਮਤ ਪਰਾਨ ॥ આગમાં પોતાના પ્રાણનું હવન કરી દે
ਕਨਿਕ ਅਸ੍ਵ ਹੈਵਰ ਭੂਮਿ ਦਾਨ ॥ સોના ઘોડા અને સુંદર ઘોડા તથા જમીનનું અનુદાન કરે
ਨਿਉਲੀ ਕਰਮ ਕਰੈ ਬਹੁ ਆਸਨ ॥ યોગની ક્રિયાઓ અને ઘણાં બધાં આસનો કરે
ਜੈਨ ਮਾਰਗ ਸੰਜਮ ਅਤਿ ਸਾਧਨ ॥ જૈન મુનિઓના રસ્તે ચાલે અને ખૂબ જ કઠિન સાધના કરે
ਨਿਮਖ ਨਿਮਖ ਕਰਿ ਸਰੀਰੁ ਕਟਾਵੈ ॥ શરીર ના ટુકડા ટુકડા કરીને કાપી નાખે
ਤਉ ਭੀ ਹਉਮੈ ਮੈਲੁ ਨ ਜਾਵੈ ॥ તો પણ મન નો આહંકાર નો મેલ દૂર નથી થતો
ਹਰਿ ਕੇ ਨਾਮ ਸਮਸਰਿ ਕਛੁ ਨਾਹਿ ॥ એવું કોઈ ઉદ્યમ પ્રભુના નામ ની બરાબરી ન કરી શકે
ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਨਾਮੁ ਜਪਤ ਗਤਿ ਪਾਹਿ ॥੨॥ હે નાનક! જે મનુષ્ય ગુરુની સંન્મુખ થઈને તેનું નામ જપે છે. તે ઉચ્ચ આત્મિક અવસ્થા પ્રાપ્ત કરે છે ।।૨।।
ਮਨ ਕਾਮਨਾ ਤੀਰਥ ਦੇਹ ਛੁਟੈ ॥ ઘણાં પ્રાણીઓના મનમાં ઈચ્છા થતી હોય છે કે તીર્થ ઉપર જઈને શરીરનો ત્યાગ કરીએ
ਗਰਬੁ ਗੁਮਾਨੁ ਨ ਮਨ ਤੇ ਹੁਟੈ ॥ પણ આવી રીતે ગર્વ અને અહંકાર મનમાંથી ઓછાં નથી થતાં
ਸੋਚ ਕਰੈ ਦਿਨਸੁ ਅਰੁ ਰਾਤਿ ॥ મનુષ્ય દિવસ અને રાત સદાય તીર્થ ઉપર સ્નાન કરે
ਮਨ ਕੀ ਮੈਲੁ ਨ ਤਨ ਤੇ ਜਾਤਿ ॥ તો પણ મનનો મેલ શરીર ધોવાથી નથી જતો
ਇਸੁ ਦੇਹੀ ਕਉ ਬਹੁ ਸਾਧਨਾ ਕਰੈ ॥ જો આ શરીરને સાધન માનીને ઘણાં પ્રયત્ન કરે
ਮਨ ਤੇ ਕਬਹੂ ਨ ਬਿਖਿਆ ਟਰੈ ॥ તો પણ ક્યારેય મનની માયાનો પ્રભાવ જતો નથી
ਜਲਿ ਧੋਵੈ ਬਹੁ ਦੇਹ ਅਨੀਤਿ ॥ જો શરીરને ઘણી વાર પાણીથી પણ ધોઈએ
ਸੁਧ ਕਹਾ ਹੋਇ ਕਾਚੀ ਭੀਤਿ ॥ તો પણ શરીર રૂપી કાચી દિવાલ ક્યાં પવિત્ર થઈ શકે છે?
ਮਨ ਹਰਿ ਕੇ ਨਾਮ ਕੀ ਮਹਿਮਾ ਊਚ ॥ હે મન! પ્રભુ ના નામ ની મહિમા ઘણી જ મોટી છે
ਨਾਨਕ ਨਾਮਿ ਉਧਰੇ ਪਤਿਤ ਬਹੁ ਮੂਚ ॥੩॥ હે નાનક! નામની મહિમાથી અગણિત બુરા કર્મો વાળો જીવ વિકારોથી બચી જાય છે ।।૩।।
ਬਹੁਤੁ ਸਿਆਣਪ ਜਮ ਕਾ ਭਉ ਬਿਆਪੈ ॥ જીવને ઘણી બધી ચતુરાઈ કરવાના કારણે યમ નો ડર આવી ને દબોચી લે છે


© 2017 SGGS ONLINE
error: Content is protected !!
Scroll to Top