Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-155

Page 155

ਹਉ ਤੁਧੁ ਆਖਾ ਮੇਰੀ ਕਾਇਆ ਤੂੰ ਸੁਣਿ ਸਿਖ ਹਮਾਰੀ ॥ હે શરીર! હું તને સમજાવું છું મારુ પ્રોત્સાહન સંભાળ.
ਨਿੰਦਾ ਚਿੰਦਾ ਕਰਹਿ ਪਰਾਈ ਝੂਠੀ ਲਾਇਤਬਾਰੀ ॥ તું પારકી નિંદાનુ ધ્યાન રાખે છે. તુ બીજાની ખોટી નિંદા કરતો રહે છે.
ਵੇਲਿ ਪਰਾਈ ਜੋਹਹਿ ਜੀਅੜੇ ਕਰਹਿ ਚੋਰੀ ਬੁਰਿਆਰੀ ॥ હે જીવ! તું પારકી સ્ત્રીને ખરાબ નજરેથી જુએ છે, તું ચોરી કરે છે, અને દુષ્ટતા કરે છે.
ਹੰਸੁ ਚਲਿਆ ਤੂੰ ਪਿਛੈ ਰਹੀਏਹਿ ਛੁਟੜਿ ਹੋਈਅਹਿ ਨਾਰੀ ॥੨॥ હે કાયા! જયારે જીવાત્મા ચાલી જશે, તું અહીં જ રહી જઈશ તું ત્યારે ત્યાગેલી સ્ત્રીની જેમ થઈ જઇશ ॥૨॥
ਤੂੰ ਕਾਇਆ ਰਹੀਅਹਿ ਸੁਪਨੰਤਰਿ ਤੁਧੁ ਕਿਆ ਕਰਮ ਕਮਾਇਆ ॥ હે શરીર! તું માયાની ઊંઘમાં જ સુતો રહ્યો તને સમજ જ નથી આવી કે તું શું ગેરવર્તન કરતો રહ્યો.
ਕਰਿ ਚੋਰੀ ਮੈ ਜਾ ਕਿਛੁ ਲੀਆ ਤਾ ਮਨਿ ਭਲਾ ਭਾਇਆ ॥ ચોરી વગેરે કરીને જે ધન-માલ હું લાવતો રહ્યો, તને તે મનમાં પસંદ આવતા રહ્યા.
ਹਲਤਿ ਨ ਸੋਭਾ ਪਲਤਿ ਨ ਢੋਈ ਅਹਿਲਾ ਜਨਮੁ ਗਵਾਇਆ ॥੩॥ આ રીતે ના આ લોકમાં શોભા કમાણી ના પરલોકમાં આશરો મેળવવાનો પ્રબંધ મળ્યો. કીમતી મનુષ્ય જન્મ વ્યર્થ ગુમાવી દીધો ॥૩॥
ਹਉ ਖਰੀ ਦੁਹੇਲੀ ਹੋਈ ਬਾਬਾ ਨਾਨਕ ਮੇਰੀ ਬਾਤ ਨ ਪੁਛੈ ਕੋਈ ॥੧॥ ਰਹਾਉ ॥ હે ભાઈ! હવે જીવાત્માના ચાલ્યા જવા પર હું કાયા ખુબ જ દુઃખી થઈ છું, હે નાનક! હવે મારી કોઈ વાત પૂછતું નથી ॥૧॥વિરામ॥
ਤਾਜੀ ਤੁਰਕੀ ਸੁਇਨਾ ਰੁਪਾ ਕਪੜ ਕੇਰੇ ਭਾਰਾ ॥ સરસ ઘોડા, સોના-ચાંદી, કપડાંના ઢગલા-
ਕਿਸ ਹੀ ਨਾਲਿ ਨ ਚਲੇ ਨਾਨਕ ਝੜਿ ਝੜਿ ਪਏ ਗਵਾਰਾ ॥ નાનક કહે છે હે મૂર્ખ! કોઈ પણ વસ્તુ મૃત્યુના સમયે કોઈના સાથે નથી જતી.બધું અહીં જ રહી જાય છે.
ਕੂਜਾ ਮੇਵਾ ਮੈ ਸਭ ਕਿਛੁ ਚਾਖਿਆ ਇਕੁ ਅੰਮ੍ਰਿਤੁ ਨਾਮੁ ਤੁਮਾਰਾ ॥੪॥ મિશ્રી, માવો વગેરે પણ મેં બધું ચાખીને જોઈ લીધું છે. આમાં પણ એટલો સ્વાદ નથી જેટલું હે પ્રભુ! તારું નામ મીઠું છે ॥૪॥
ਦੇ ਦੇ ਨੀਵ ਦਿਵਾਲ ਉਸਾਰੀ ਭਸਮੰਦਰ ਕੀ ਢੇਰੀ ॥ પાયો રાખી રાખીને મકાનોની દિવાલ ઉભી કરી પરંતુ મૃત્યુ આવવાથી આ રાખના ઢગલાની જેમ થઈ ગયું.
ਸੰਚੇ ਸੰਚਿ ਨ ਦੇਈ ਕਿਸ ਹੀ ਅੰਧੁ ਜਾਣੈ ਸਭ ਮੇਰੀ ॥ એકઠા કરેલા માયાના ખજાના કોઈને હાથથી દેતા નથી, મૂર્ખ સમજે છે કે આ બધું મારુ છે
ਸੋਇਨ ਲੰਕਾ ਸੋਇਨ ਮਾੜੀ ਸੰਪੈ ਕਿਸੈ ਨ ਕੇਰੀ ॥੫॥ પરંતુ આ જાણતો નથી કે સોનાની લંકા સોનાનો મહેલ રાવણનું પણ ના રહ્યું, તું શું બિચારો છે, આ ધન કોઈનું બનેલું રહેતું નથી ॥૫॥
ਸੁਣਿ ਮੂਰਖ ਮੰਨ ਅਜਾਣਾ ॥ ਹੋਗੁ ਤਿਸੈ ਕਾ ਭਾਣਾ ॥੧॥ ਰਹਾਉ ॥ હે મૂર્ખ અજાણ મન! સાંભળ. તે પરમાત્માની રજા જ ચાલશે, લોભ વગેરેને ત્યાગીને તેની રજામાં ચાલવાનું શીખ ॥૧॥વિરામ॥
ਸਾਹੁ ਹਮਾਰਾ ਠਾਕੁਰੁ ਭਾਰਾ ਹਮ ਤਿਸ ਕੇ ਵਣਜਾਰੇ ॥ અમારો માલિક પ્રભુ મોટો તારણહાર છે, અમે બધા જીવ તેના મોકલેલા વણજારા વ્યાપારી છીએ, અહીં નામનો વ્યાપાર કરવા આવેલા છીએ.
ਜੀਉ ਪਿੰਡੁ ਸਭ ਰਾਸਿ ਤਿਸੈ ਕੀ ਮਾਰਿ ਆਪੇ ਜੀਵਾਲੇ ॥੬॥੧॥੧੩॥ આ જીવાત્મા આ શરીર તે શાહની આપેલી રાશિ-પૂંજી છે. તે સ્વયં જ મારે અને સ્વયં જ જીવન દે છે ॥૬॥૧॥૧૩॥
ਗਉੜੀ ਚੇਤੀ ਮਹਲਾ ੧ ॥ ગૌરી રાગ ચેતી મહેલ ૧॥
ਅਵਰਿ ਪੰਚ ਹਮ ਏਕ ਜਨਾ ਕਿਉ ਰਾਖਉ ਘਰ ਬਾਰੁ ਮਨਾ ॥ હે મન! મારા દુશમન પાંચ છે. હું એકલો છું. હું આનાથી આખું ઘર કેવી રીતે બચાવું?
ਮਾਰਹਿ ਲੂਟਹਿ ਨੀਤ ਨੀਤ ਕਿਸੁ ਆਗੈ ਕਰੀ ਪੁਕਾਰ ਜਨਾ ॥੧॥ હે ભાઈ! આ પાંચેય નિત્ય મારતા લૂંટતા રહે છે હું કોની પાસે ફરિયાદ કરું? ॥૧॥
ਸ੍ਰੀ ਰਾਮ ਨਾਮਾ ਉਚਰੁ ਮਨਾ ॥ ਆਗੈ ਜਮ ਦਲੁ ਬਿਖਮੁ ਘਨਾ ॥੧॥ ਰਹਾਉ ॥ હે મન! પરમાત્માનું નામ સ્મરણ કર,સામે યમરાજની મજબૂત સેના દેખાઈ રહી છે ॥૧॥વિરામ॥
ਉਸਾਰਿ ਮੜੋਲੀ ਰਾਖੈ ਦੁਆਰਾ ਭੀਤਰਿ ਬੈਠੀ ਸਾ ਧਨਾ ॥ પરમાત્માએ આ શરીર બનાવીને આના નાક-કાન વગેરે દસ દરવાજા બનાવી દીધા.
ਅੰਮ੍ਰਿਤ ਕੇਲ ਕਰੇ ਨਿਤ ਕਾਮਣਿ ਅਵਰਿ ਲੁਟੇਨਿ ਸੁ ਪੰਚ ਜਨਾ ॥੨॥ તેના હુકમ અનુસાર આ શરીરમાં જીવ-સ્ત્રી આવી ટકી. પરંતુ આ જીવ-સ્ત્રી પોતાની જાતને અમર જાણીને હંમેશા દુનિયાવાળા રંગ ભવ્યતા કરતી રહે છે, અને તે વેરી કામાદિક પાંચેય જણ અંદરથી સારા ગુણ લુંટતા જઈ રહ્યા છે ॥૨॥
ਢਾਹਿ ਮੜੋਲੀ ਲੂਟਿਆ ਦੇਹੁਰਾ ਸਾ ਧਨ ਪਕੜੀ ਏਕ ਜਨਾ ॥ યમની સેનાએ અંતે શરીર મઠ પાડીને મંદિર લૂંટી લીધું, જીવ-સ્ત્રી એકલી જ પકડાઈ ગઈ.
ਜਮ ਡੰਡਾ ਗਲਿ ਸੰਗਲੁ ਪੜਿਆ ਭਾਗਿ ਗਏ ਸੇ ਪੰਚ ਜਨਾ ॥੩॥ યમરાજનો દંડો માથે વાગ્યો, યમરાજનો પટ્ટો ગળામાં પડ્યો, તે લુંટનાર પાંચેય જણ ભાગી ગયા, સાથ છોડી દીધો ॥૩॥
ਕਾਮਣਿ ਲੋੜੈ ਸੁਇਨਾ ਰੁਪਾ ਮਿਤ੍ਰ ਲੁੜੇਨਿ ਸੁ ਖਾਧਾਤਾ ॥ આખી ઉમર જ્યાં સુધી જીવ જીવિત રહ્યો, પત્ની સોના-ચાંદીના ઘરેણા માંગતી રહે છે. સંબંધી મિત્ર, ખાવા-પીવાના પદાર્થ માંગતા રહે છે.
ਨਾਨਕ ਪਾਪ ਕਰੇ ਤਿਨ ਕਾਰਣਿ ਜਾਸੀ ਜਮਪੁਰਿ ਬਾਧਾਤਾ ॥੪॥੨॥੧੪॥ હે નાનક! આને જ માટે જીવ પાપ કરતો રહે છે, અંતે પાપોને કારણે બંધાયેલો યમરાજની નગરીમાં ધકેલાતો જાય છે ॥૪॥૨॥૧૪॥
ਗਉੜੀ ਚੇਤੀ ਮਹਲਾ ੧ ॥ ગૌરી રાગ ચેતી મહેલ ૧॥
ਮੁੰਦ੍ਰਾ ਤੇ ਘਟ ਭੀਤਰਿ ਮੁੰਦ੍ਰਾ ਕਾਂਇਆ ਕੀਜੈ ਖਿੰਥਾਤਾ ॥ હે યોગી! પોતાના શરીરની અંદર જ ખરાબ ભાવનાઓને રોક – આ જ છે સાચી મુન્દ્રા. શરીરને નાશવાન સમજ – આ વિશ્વાસને ગાંસડી બનાવ.
ਪੰਚ ਚੇਲੇ ਵਸਿ ਕੀਜਹਿ ਰਾਵਲ ਇਹੁ ਮਨੁ ਕੀਜੈ ਡੰਡਾਤਾ ॥੧॥ હે યોગી! તું બીજા લોકોને સેવક બનાવતો ફરે છે, પોતાની પાંચેય ઇન્દ્રિયોને વશમાં કર, સેવક બનાવ. પોતાના મનને દંડો બનાવ અને હાથમાં પકડ. ॥૧॥
ਜੋਗ ਜੁਗਤਿ ਇਵ ਪਾਵਸਿਤਾ ॥ હે રાવલ! તું ગાજર મુળી વગેરે ખાવામાં મન જોડતો ફરે છે.
ਏਕੁ ਸਬਦੁ ਦੂਜਾ ਹੋਰੁ ਨਾਸਤਿ ਕੰਦ ਮੂਲਿ ਮਨੁ ਲਾਵਸਿਤਾ ॥੧॥ ਰਹਾਉ ॥ પરંતુ જો તું તે ગુરુ શબ્દમાં મન જોડે, જેના વગર કોઈ બીજું જીવન-રાહ દેખાડવામાં સમર્થ નથી, તો તું આ રીતે જોગ પ્રભુ ચરણોમાં જોડાવાનો ઉપાય શોધી લઈશ ॥૧॥વિરામ॥
ਮੂੰਡਿ ਮੁੰਡਾਇਐ ਜੇ ਗੁਰੁ ਪਾਈਐ ਹਮ ਗੁਰੁ ਕੀਨੀ ਗੰਗਾਤਾ ॥ જો ગંગાને કિનારે માથા મુંડનથી ગુરુ મળે છે તો અમે તો ગુરુને જ ગંગા બનાવી લીધા છે અમારા માટે ગુરુ જ મહા પવિત્ર તીર્થ છે.
ਤ੍ਰਿਭਵਣ ਤਾਰਣਹਾਰੁ ਸੁਆਮੀ ਏਕੁ ਨ ਚੇਤਸਿ ਅੰਧਾਤਾ ॥੨॥ અંધ રાવલ તે એક માલિકને સ્મરણ કરતો નથી જે ત્રણેય ભવનોના જીવોને બચાવવા સમર્થ છે ॥૨॥
ਕਰਿ ਪਟੰਬੁ ਗਲੀ ਮਨੁ ਲਾਵਸਿ ਸੰਸਾ ਮੂਲਿ ਨ ਜਾਵਸਿਤਾ ॥ હે જોગી! તું યોગનો દેખાવ કરીને નીરી વાતોથી જ લોકોનું મનોરંજન કરે છે પરંતુ તારું પોતાનું સંશય રત્તી માત્ર પણ દુર થતું નથી.
error: Content is protected !!
Scroll to Top
slot gacor demo slot slot gacor https://kopma.uns.ac.id/sik/demo/ https://ijwem.ulm.ac.id/pages/demo/ slot gacor slot gacor maxwin https://pasca-manajemen.feb.unri.ac.id/wp-content/aios-demo/ https://andong-butuh.purworejokab.go.id/resources/demo/ https://triwarno-banyuurip.purworejokab.go.id/assets/files/demo/ https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ https://bppkad.mamberamorayakab.go.id/.tmb/-/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
slot gacor demo slot slot gacor https://kopma.uns.ac.id/sik/demo/ https://ijwem.ulm.ac.id/pages/demo/ slot gacor slot gacor maxwin https://pasca-manajemen.feb.unri.ac.id/wp-content/aios-demo/ https://andong-butuh.purworejokab.go.id/resources/demo/ https://triwarno-banyuurip.purworejokab.go.id/assets/files/demo/ https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ https://bppkad.mamberamorayakab.go.id/.tmb/-/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/