Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-103

Page 103

ਮਾਝ ਮਹਲਾ ੫ ॥ માઝ મહેલ ૫।।
ਸਫਲ ਸੁ ਬਾਣੀ ਜਿਤੁ ਨਾਮੁ ਵਖਾਣੀ ॥ હે ભાઈ! તે વાણીને વાંચવી લાભદાયક ઉદ્યમ છે, જે વાણીથી કોઈ મનુષ્ય પરમાત્માનું નામ ઉચ્ચારે છે.
ਗੁਰ ਪਰਸਾਦਿ ਕਿਨੈ ਵਿਰਲੈ ਜਾਣੀ ॥ પરંતુ, ગુરુની કૃપાથી કોઈ દુર્લભ મનુષ્યએ આવી વાણીની સાથે સંધિ રાખી છે.
ਧੰਨੁ ਸੁ ਵੇਲਾ ਜਿਤੁ ਹਰਿ ਗਾਵਤ ਸੁਨਣਾ ਆਏ ਤੇ ਪਰਵਾਨਾ ਜੀਉ ॥੧॥ હે ભાઈ! તે સમય ભાગ્ય ભરેલો જાણો, જે સમયે પરમાત્માના ગુણ ગાવામાં આવે અને સાંભળવામાં આવે. જગતમાં જન્મેલા તે મનુષ્ય, મનુષ્ય આગમનમાં પુરા ગણવામાં આવે છે, જે પ્રભુની મહિમા કરે છે અને સાંભળે છે ।।૧।।
ਸੇ ਨੇਤ੍ਰ ਪਰਵਾਣੁ ਜਿਨੀ ਦਰਸਨੁ ਪੇਖਾ ॥ તે જ આંખો માણસની આંખો કહેવા લાયક છે, જેને પરમાત્માનાં દર્શન કર્યા છે
ਸੇ ਕਰ ਭਲੇ ਜਿਨੀ ਹਰਿ ਜਸੁ ਲੇਖਾ ॥ તે હાથ સારા છે, જેને પરમાત્માની મહિમા લખી છે.
ਸੇ ਚਰਣ ਸੁਹਾਵੇ ਜੋ ਹਰਿ ਮਾਰਗਿ ਚਲੇ ਹਉ ਬਲਿ ਤਿਨ ਸੰਗਿ ਪਛਾਣਾ ਜੀਉ ॥੨॥ તે પગ સુખ આપનાર છે, જે પરમાત્માના મેળાપના રસ્તે ચાલે છે, હું તે આંખો, હાથ, પગોથી બલિદાન આપું છું આની સંગતિમાં પરમાત્મા સાથે સંધિ પડી શકે છે ।।૨।।
ਸੁਣਿ ਸਾਜਨ ਮੇਰੇ ਮੀਤ ਪਿਆਰੇ ॥ હે મારા પ્રેમાળ મિત્ર પ્રભુ! સજ્જન પ્રભુ! મારી વિનંતી સાંભળ,
ਸਾਧਸੰਗਿ ਖਿਨ ਮਾਹਿ ਉਧਾਰੇ ॥ મને સાધુ-સંગતિ આપ, સાધુ-સંગતમાં રહેવાથી એક પળમાં જ પાપ વિકારોથી બચી જાય છીએ.
ਕਿਲਵਿਖ ਕਾਟਿ ਹੋਆ ਮਨੁ ਨਿਰਮਲੁ ਮਿਟਿ ਗਏ ਆਵਣ ਜਾਣਾ ਜੀਉ ॥੩॥ જે મનુષ્ય સાધુ-સંગતમાં રહે છે બધા પાપ કાપીને તેનું મન પવિત્ર થઇ જાય છે, તેના જન્મ મરણના ચક્કર મટી જાય છે ।।૩।।
ਦੁਇ ਕਰ ਜੋੜਿ ਇਕੁ ਬਿਨਉ ਕਰੀਜੈ ॥ હે ભાઈ! બે હાથ જોડીને પરમાત્માના ઓટલા પર એક આ પ્રાર્થના કરવી જોઈએ કે
ਕਰਿ ਕਿਰਪਾ ਡੁਬਦਾ ਪਥਰੁ ਲੀਜੈ ॥ હે પ્રભુ! કૃપા કરીને વિકારોના સમુદ્રમાં ડૂબી રહેલા મને કઠોર ચિત્તને બચાવી લે.
ਨਾਨਕ ਕਉ ਪ੍ਰਭ ਭਏ ਕ੍ਰਿਪਾਲਾ ਪ੍ਰਭ ਨਾਨਕ ਮਨਿ ਭਾਣਾ ਜੀਉ ॥੪॥੨੨॥੨੯॥ હે ભાઈ! આ પ્રાર્થના સાંભળીને પ્રભુ મારા નાનક પર દયાવાન થઈ ગયા છે અને પ્રભુ નાનકના મનમાં પ્રેમાળ લાગી રહ્યા છે ।।૪।।૨૨।।૨૯।।
ਮਾਝ ਮਹਲਾ ੫ ॥ માઝ મહેલ ૫।।
ਅੰਮ੍ਰਿਤ ਬਾਣੀ ਹਰਿ ਹਰਿ ਤੇਰੀ ॥ હે હરિ! તારી મહિમાની વાણી આધ્યાત્મિક જીવન આપનારી છે, આધ્યાત્મિક મૌતથી બચાવનારી છે,
ਸੁਣਿ ਸੁਣਿ ਹੋਵੈ ਪਰਮ ਗਤਿ ਮੇਰੀ ॥ ગુરુની ઉચ્ચારેલી આ વાણી વારંવાર સાંભળીને મારી ઊંચી આધ્યાત્મિક સ્થિતિ બનતી જઈ રહી છે
ਜਲਨਿ ਬੁਝੀ ਸੀਤਲੁ ਹੋਇ ਮਨੂਆ ਸਤਿਗੁਰ ਕਾ ਦਰਸਨੁ ਪਾਏ ਜੀਉ ॥੧॥ ગુરુના દર્શન કરીને તૃષ્ણા, ઈર્ષા વગેરેની આગ ઠરી જાય છે અને મન ઠંડુ થઇ જાય છે ।।૧।।
ਸੂਖੁ ਭਇਆ ਦੁਖੁ ਦੂਰਿ ਪਰਾਨਾ ॥ જેને તેણે સાંભળ્યું તેની અંદર આધ્યાત્મિક આનંદ પેદા થઈ ગયો તેનું દુઃખ દુર ભાગી ગયું
ਸੰਤ ਰਸਨ ਹਰਿ ਨਾਮੁ ਵਖਾਨਾ ॥ ગુરુની જીભે જ્યારે પરમાત્માનું નામ ઉચ્ચાર્યું
ਜਲ ਥਲ ਨੀਰਿ ਭਰੇ ਸਰ ਸੁਭਰ ਬਿਰਥਾ ਕੋਇ ਨ ਜਾਏ ਜੀਉ ॥੨॥ જેમ વરસાદ થવાથી ખાડા તળાવ બધું પાણીથી છલોછલ ભરાય જાય છે તેમ જ ગુરુના ઓટલા પર પ્રભુ નામનો વરસાદ થાય છે ત્યારે જે ભાગ્યશાળી મનુષ્ય ગુરૂની શરણમાં આવે છે તેનું મન, તેની જ્ઞાનેન્દ્રિય બધું નામ પાણીથી છલોછલ ભરાય જાય છે, ગુરુના ઓટલા પર આવેલા કોઈ મનુષ્ય નામ અમૃતથી વંચિત રહેતા નથી. ।।૨।।
ਦਇਆ ਧਾਰੀ ਤਿਨਿ ਸਿਰਜਨਹਾਰੇ ॥ તે નિર્માતા પ્રભુ એ કૃપા કરી અને ગુરુ ને મોકલ્યા.
ਜੀਅ ਜੰਤ ਸਗਲੇ ਪ੍ਰਤਿਪਾਰੇ ॥ આ રીતે તેને સૃષ્ટિના બધા જીવોની વિકારોથી રક્ષા કરવાનો વિચાર કર્યો.
ਮਿਹਰਵਾਨ ਕਿਰਪਾਲ ਦਇਆਲਾ ਸਗਲੇ ਤ੍ਰਿਪਤਿ ਅਘਾਏ ਜੀਉ ॥੩॥ મહેરબાન, કૃપાળુ, દયાવાન પરમાત્માની કૃપાથી ગુરુની શરણે આવેલા બધા જીવ માયાની તરસ ભૂખ તરફથી સંપૂર્ણ પણે તૃપ્ત થઇ જાય છે ।।૩।।
ਵਣੁ ਤ੍ਰਿਣੁ ਤ੍ਰਿਭਵਣੁ ਕੀਤੋਨੁ ਹਰਿਆ ॥ જંગલ, ઘાસ અને આખું ત્રીવની જગત લીલું કરી દીધું આ રીતે તેનો મોકલેલો ગુરુ, નામની વરસાદ કરે છે,
ਕਰਣਹਾਰਿ ਖਿਨ ਭੀਤਰਿ ਕਰਿਆ ॥ ગુરુ ઓટલા પર આવેલા લોકોના હ્રદય નામ પાણીથી આધ્યાત્મિક જીવનવાળા બની જાય છે. જેમ જ્યારે જગત ને પેદા કરનાર પ્રભુએ એક પળ માં જ વરસાદ કર્યો હતો.
ਗੁਰਮੁਖਿ ਨਾਨਕ ਤਿਸੈ ਅਰਾਧੇ ਮਨ ਕੀ ਆਸ ਪੁਜਾਏ ਜੀਉ ॥੪॥੨੩॥੩੦॥ હે નાનક! ગુરુની શરણે પડીને જે મનુષ્ય તે પરમાત્માને સ્મરણ કરે છે, પરમાત્મા તેના મનની આશા પુરી કરી દે છે, દુનિયાની આશા તૃષ્ણામાં ભટકનોથી તેને બચાવી લે છે ।।૪।।૨૩।।૩૦।।
ਮਾਝ ਮਹਲਾ ੫ ॥ માઝ મહેલ ૫।।
ਤੂੰ ਮੇਰਾ ਪਿਤਾ ਤੂੰਹੈ ਮੇਰਾ ਮਾਤਾ ॥ હે પ્રભુ! તું મારા પિતાની જગ્યાએ છે તું જ મારી માતાની જગ્યાએ છે
ਤੂੰ ਮੇਰਾ ਬੰਧਪੁ ਤੂੰ ਮੇਰਾ ਭ੍ਰਾਤਾ ॥ તું મારો સંબંધી છે, તું જ મારો ભાઈ છે.
ਤੂੰ ਮੇਰਾ ਰਾਖਾ ਸਭਨੀ ਥਾਈ ਤਾ ਭਉ ਕੇਹਾ ਕਾੜਾ ਜੀਉ ॥੧॥ હે પ્રભુ! જ્યારે તું જ બધી જગ્યા પર મારો રક્ષક છે, તો કોઈ ડર મને પહોંચી શકતો પણ નથી, કોઈ ચિંતા મારા પર જોર મૂકી શકતી નથી ।।૧।।
ਤੁਮਰੀ ਕ੍ਰਿਪਾ ਤੇ ਤੁਧੁ ਪਛਾਣਾ ॥ હે પ્રભુ! તારી કૃપાથી હું તારી સાથે ઊંડી સંધિ રાખી શકું છું.
ਤੂੰ ਮੇਰੀ ਓਟ ਤੂੰਹੈ ਮੇਰਾ ਮਾਣਾ ॥ તું જ મારો આશરો છે, તું જ મારા ગૌરવનું સ્થળ છે
ਤੁਝ ਬਿਨੁ ਦੂਜਾ ਅਵਰੁ ਨ ਕੋਈ ਸਭੁ ਤੇਰਾ ਖੇਲੁ ਅਖਾੜਾ ਜੀਉ ॥੨॥ તારા વગર તારા જેવું બીજું કોઈ નથી. આ જગત તમાશો આ જગત અખાડો તારો જ બનાવેલો છે ।।૨।।
ਜੀਅ ਜੰਤ ਸਭਿ ਤੁਧੁ ਉਪਾਏ ॥ હે પ્રભુ! જગતના બધા જીવ-જંતુ તે જ પેદા કરેલા છે.
ਜਿਤੁ ਜਿਤੁ ਭਾਣਾ ਤਿਤੁ ਤਿਤੁ ਲਾਏ ॥ જે જે કામમાં તારી મંજૂરી હોય છે તે તે-તે કામમાં બધા જીવ-જંતુને લગાવેલા છે.
ਸਭ ਕਿਛੁ ਕੀਤਾ ਤੇਰਾ ਹੋਵੈ ਨਾਹੀ ਕਿਛੁ ਅਸਾੜਾ ਜੀਉ ॥੩॥ જગતમાં જે કંઈ થઈ રહ્યું છે બધું તારું જ કીધેલુ થઈ રહ્યુ છે, અમારું કોઈ જોર ચાલી શકતું નથી ।।૩।।
ਨਾਮੁ ਧਿਆਇ ਮਹਾ ਸੁਖੁ ਪਾਇਆ ॥ હે ભાઈ! પરમાત્માનું નામ સ્મરણ કરીને મેં મોટું આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત કરી લીધું છે.
ਹਰਿ ਗੁਣ ਗਾਇ ਮੇਰਾ ਮਨੁ ਸੀਤਲਾਇਆ ॥ પરમાત્માના ગુણ ગાઈને મારુ મન ઠંડુ ઠાર થઇ ગયું છે.
ਗੁਰਿ ਪੂਰੈ ਵਜੀ ਵਾਧਾਈ ਨਾਨਕ ਜਿਤਾ ਬਿਖਾੜਾ ਜੀਉ ॥੪॥੨੪॥੩੧॥ હે નાનક! સંપૂર્ણ ગુરુ દ્વારા મારી અંદર આધ્યાત્મિક ઉત્સાહનો જાણે ઢોલ વાગી રહ્યો છે અને મેં વિકારોની સાથે થઈ રહેલી મુશ્કેલ કુશ્તીને જીતી લીધી છે ।।૪।।૨૪।।૩૧।।
ਮਾਝ ਮਹਲਾ ੫ ॥ માઝ મહેલ ૫।।
ਜੀਅ ਪ੍ਰਾਣ ਪ੍ਰਭ ਮਨਹਿ ਅਧਾਰਾ ॥ પરમાત્મા ભક્તોની જીવનો, પ્રાણોનો, મનનો આશરો છે.
ਭਗਤ ਜੀਵਹਿ ਗੁਣ ਗਾਇ ਅਪਾਰਾ ॥ ભક્ત અનંત પ્રભુના ગુણ ગાઈને આધ્યાત્મિક જિંદગી પ્રાપ્ત કરે છે.
ਗੁਣ ਨਿਧਾਨ ਅੰਮ੍ਰਿਤੁ ਹਰਿ ਨਾਮਾ ਹਰਿ ਧਿਆਇ ਧਿਆਇ ਸੁਖੁ ਪਾਇਆ ਜੀਉ ॥੧॥ પરમાત્મા નામના ગુણોનો ખજાનો છે. પરમાત્માનું નામ આધ્યાત્મિક મૌતથી બચાવનાર છે. ભક્ત, પરમાત્માનું નામ સ્મરણ કરીકરીને આધ્યાત્મિક આનંદ લે છે ।।૧।।
ਮਨਸਾ ਧਾਰਿ ਜੋ ਘਰ ਤੇ ਆਵੈ ॥ જે મનુષ્ય પરમાત્માના મેળાપની ઈચ્છા કરીને ઘરથી ચાલે છે
ਸਾਧਸੰਗਿ ਜਨਮੁ ਮਰਣੁ ਮਿਟਾਵੈ ॥ તે સાધુ-સંગતમાં આવીને પ્રભુ નામની કૃપાથી પોતાના જન્મ-મરણના ચક્કર પુરા કરી લે છે
error: Content is protected !!
Scroll to Top
slot gacor slot demo https://ijwem.ulm.ac.id/pages/demo/ situs slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
slot gacor slot demo https://ijwem.ulm.ac.id/pages/demo/ situs slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/