Guru Granth Sahib Translation Project

guru granth sahib gujarati page-102

Page 102

ਠਾਕੁਰ ਕੇ ਸੇਵਕ ਹਰਿ ਰੰਗ ਮਾਣਹਿ ॥ હે ભાઈ! પાલનહાર પ્રભુના સેવક પ્રભુના મેળાપનો આધ્યાત્મિક આનંદ પ્રાપ્ત કરે છે. પાલનહાર પ્રભુનો સ્વભાવ તેના સેવકનો સ્વભાવ બની જાય છે.
ਜੋ ਕਿਛੁ ਠਾਕੁਰ ਕਾ ਸੋ ਸੇਵਕ ਕਾ ਸੇਵਕੁ ਠਾਕੁਰ ਹੀ ਸੰਗਿ ਜਾਹਰੁ ਜੀਉ ॥੩॥ ઠાકોર અને તેના સેવકના આધ્યાત્મિક જીવનમાં કોઈ તફાવત રહી જતો નથી. ઠાકોરના ચરણોમાં જોડાઈ રહીને સેવક લોક પરલોકમાં પ્રગટ થઇ જાય છે ।।૩।।
ਅਪੁਨੈ ਠਾਕੁਰਿ ਜੋ ਪਹਿਰਾਇਆ ॥ જે સેવકને વ્હાલા ઠાકોર પ્રભુએ સેવા ભક્તિના સિરોપાનું માન બક્ષ્યું છે
ਬਹੁਰਿ ਨ ਲੇਖਾ ਪੁਛਿ ਬੁਲਾਇਆ ॥ તેને પછી તેના કર્મોના લેખ નથી પૂછ્યા, લેખ પૂછવા માટે નથી બોલાવ્યો
ਤਿਸੁ ਸੇਵਕ ਕੈ ਨਾਨਕ ਕੁਰਬਾਣੀ ਸੋ ਗਹਿਰ ਗਭੀਰਾ ਗਉਹਰੁ ਜੀਉ ॥੪॥੧੮॥੨੫॥ હે નાનક! હું તે સેવકથી કુરબાન થાઉં છું તે સેવક ઊંડા સ્વભાવવાળો, મોટા જીગરવાળો અને ઉચ્ચ સ્વભાવવાળો અને ઉચ્ચ અમૂલ્ય જીવનવાળો થઇ જાય છે ।।૪।।૧૮।।૨૫।।
ਮਾਝ ਮਹਲਾ ੫ ॥ માઝ મહેલ ૫।।
ਸਭ ਕਿਛੁ ਘਰ ਮਹਿ ਬਾਹਰਿ ਨਾਹੀ ॥ બધું આધ્યાત્મિક સુખ હૃદયમાં ટકી રહેવામાં છે, બહાર ભટ્કવામાં નહિ.
ਬਾਹਰਿ ਟੋਲੈ ਸੋ ਭਰਮਿ ਭੁਲਾਹੀ ॥ જે મનુષ્ય બહાર સુખની શોધ કરે છે, તે સુખ નથી મેળવી શકતો. આવા લોકો તો ભટકાવમાં પડીને ખોટા માર્ગ પર પડેલા રહે છે
ਗੁਰ ਪਰਸਾਦੀ ਜਿਨੀ ਅੰਤਰਿ ਪਾਇਆ ਸੋ ਅੰਤਰਿ ਬਾਹਰਿ ਸੁਹੇਲਾ ਜੀਉ ॥੧॥ ગુરુની કૃપાથી જે મનુષ્યોએ પોતાના હૃદયમાં જ ટકીને પરમાત્માને મેળવી લીધા છે, તે અંતરાત્મામાં સ્મરણ કરતાં પણ જગતથી પ્રેમનો ઉપયોગ કરતા પણ હંમેશા સુખી રહે છે ।।૧।।
ਝਿਮਿ ਝਿਮਿ ਵਰਸੈ ਅੰਮ੍ਰਿਤ ਧਾਰਾ ॥ જેમ મધ્યમ-મધ્યમ વરસાદ થાય છે અને તે ધરતીને સિંચતો જાય છે તેવી રીતે જ્યારે આધ્યાત્મિક સ્થિરતાની હાલતમાં નામ અમૃતની ધાર ધીમે-ધીમે વરસે છે.
ਮਨੁ ਪੀਵੈ ਸੁਨਿ ਸਬਦੁ ਬੀਚਾਰਾ ॥ ત્યારે મનુષ્યનું મન ગુરુના શબ્દ સાંભળીને પ્રભુના ગુણોના વિચાર સાંભળીને તે અમૃતધારાને પીતો જાય છે, પોતાની અંદર વસાવતો જાય છે.
ਅਨਦ ਬਿਨੋਦ ਕਰੇ ਦਿਨ ਰਾਤੀ ਸਦਾ ਸਦਾ ਹਰਿ ਕੇਲਾ ਜੀਉ ॥੨॥ તે સ્થિતિમાં મન દરેક સમય આધ્યાત્મિક આનંદ લેતું રહે છે, હંમેશા પરમાત્માના મેળાપનું સુખ પ્રાપ્ત કરે છે ।।૨।।
ਜਨਮ ਜਨਮ ਕਾ ਵਿਛੁੜਿਆ ਮਿਲਿਆ ॥ મહિમાની કૃપાથી જન્મ જન્માંતરોથી જુદા પડેલા જીવ પ્રભુ ચરણોથી મેળાપ પ્રાપ્ત કરી લે છે
ਸਾਧ ਕ੍ਰਿਪਾ ਤੇ ਸੂਕਾ ਹਰਿਆ ॥ ગુરુની કૃપાથી મનુષ્યનું કાચું મન ગુરુની કૃપાથી પ્રેમ રસથી સંતૃપ્ત થઇ જાય છે
ਸੁਮਤਿ ਪਾਏ ਨਾਮੁ ਧਿਆਏ ਗੁਰਮੁਖਿ ਹੋਏ ਮੇਲਾ ਜੀਉ ॥੩॥ ગુરુથી જ્યારે મનુષ્ય શ્રેષ્ઠ બુદ્ધિ લે છે, ત્યારે પરમાત્માનું નામ સ્મરણ કરે છે. ગુરુની શરણે પડવાથી જીવનો પરમાત્મા સાથે મેળાપ થઇ જાય છે ।।૩।।
ਜਲ ਤਰੰਗੁ ਜਿਉ ਜਲਹਿ ਸਮਾਇਆ ॥ જેમ નદી વગેરેના પાણીની લહેર નદીમાંથી ઉભરાઈને પાછી તે નદીના પાણીમાં જ સમાય જાય છે
ਤਿਉ ਜੋਤੀ ਸੰਗਿ ਜੋਤਿ ਮਿਲਾਇਆ ॥ તેમ જ ગુરુની શરણ પડીને સ્મરણ કરવાથી મનુષ્યનું ધ્યાન, જ્યોતિ પ્રભુની જ્યોતિમાં મળેલી રહે છે.
ਕਹੁ ਨਾਨਕ ਭ੍ਰਮ ਕਟੇ ਕਿਵਾੜਾ ਬਹੁੜਿ ਨ ਹੋਈਐ ਜਉਲਾ ਜੀਉ ॥੪॥੧੯॥੨੬॥ હે નાનક! કહે: ગુરુની સામે રહીને સ્મરણ કરવાથી મનુષ્યનો ભટકણ રૂપે દરવાજો ખુલી જાય છે અને પછી મનુષ્ય માયાની પાછળ દોડ-ભાગ કરનાર સ્વભાવનો રહેતો નથી ।।૪।।૧૯।।૨૬।।
ਮਾਝ ਮਹਲਾ ੫ ॥ માઝ મહેલ ૫।।
ਤਿਸੁ ਕੁਰਬਾਣੀ ਜਿਨਿ ਤੂੰ ਸੁਣਿਆ ॥ હે પ્રભુ! જે મનુષ્યએ તારું નામ સાંભળ્યું છે, જે સદા તારી મહિમા સાંભળે છે, હું તેનાથી કુરબાન જાઉં છું
ਤਿਸੁ ਬਲਿਹਾਰੀ ਜਿਨਿ ਰਸਨਾ ਭਣਿਆ ॥ જે મનુષ્યએ પોતાની જીભથી તારું નામ ઉચ્ચાર્યું છે. જે તારી મહિમા કરતો રહે છે, તેનાથી હું કુરબાન જાઉં છું.
ਵਾਰਿ ਵਾਰਿ ਜਾਈ ਤਿਸੁ ਵਿਟਹੁ ਜੋ ਮਨਿ ਤਨਿ ਤੁਧੁ ਆਰਾਧੇ ਜੀਉ ॥੧॥ હે પ્રભુ! તે મનુષ્યથી વારંવાર કુરબાન થાઉં છું. જે પોતાના મનથી પોતાના શરીરથી તને યાદ કરે છે ।।૧।।
ਤਿਸੁ ਚਰਣ ਪਖਾਲੀ ਜੋ ਤੇਰੈ ਮਾਰਗਿ ਚਾਲੈ ॥ હે પ્રભુ! જે મનુષ્ય તારા મેળાપના રસ્તા પર ચાલે છે, હું તેના પગ ધોતો રહું
ਨੈਨ ਨਿਹਾਲੀ ਤਿਸੁ ਪੁਰਖ ਦਇਆਲੈ ॥ હે ભાઈ! દયાના શ્રોત અકાળ પુરખને હું મારી આંખોથી જોવા માંગું છું
ਮਨੁ ਦੇਵਾ ਤਿਸੁ ਅਪੁਨੇ ਸਾਜਨ ਜਿਨਿ ਗੁਰ ਮਿਲਿ ਸੋ ਪ੍ਰਭੁ ਲਾਧੇ ਜੀਉ ॥੨॥ આ કારણે હું મારું મન મારા તે સજ્જનને સોંપવા તૈયાર છું. જેને ગુરુને મળીને તે પ્રભુને મેળવી લીધા છે ।।૨।।
ਸੇ ਵਡਭਾਗੀ ਜਿਨਿ ਤੁਮ ਜਾਣੇ ॥ હે પ્રભુ! જે મનુષ્યએ તારી સાથે સંધિ બનાવી છે, તે સૌ ભાગ્યશાળી છે
ਸਭ ਕੈ ਮਧੇ ਅਲਿਪਤ ਨਿਰਬਾਣੇ ॥ હે ભાઈ! પરમાત્મા બધા જીવોની અંદર વસે છે તો પણ તે નિર્લિપ છે અને વાસના રહિત છે
ਸਾਧ ਕੈ ਸੰਗਿ ਉਨਿ ਭਉਜਲੁ ਤਰਿਆ ਸਗਲ ਦੂਤ ਉਨਿ ਸਾਧੇ ਜੀਉ ॥੩॥ જે મનુષ્યએ તેની સાથે સંધિ નાખી છે, સાધુ-સંગતમાં રહીને તેણે સંસાર-સમુદ્ર તરી લીધો છે, તેને કામાદિક બધા વિકાર પોતાના વશમાં કરી લીધા છે ।।૩।।
ਤਿਨ ਕੀ ਸਰਣਿ ਪਰਿਆ ਮਨੁ ਮੇਰਾ ॥ ਮਾਣੁ ਤਾਣੁ ਤਜਿ ਮੋਹੁ ਅੰਧੇਰਾ ॥ હે ભાઈ! દુનિયાવાળા આદર માન છોડીને દુનિયાવાળી તાકાતો છોડીને જીવન રાહ પર અંધકાર પેદા કરનારી માયાનો મોહ ત્યાગીને મારુ મન તેની શરણે પડે છે જેમને બધા દુત વશ કરી લીધા છે.
ਨਾਮੁ ਦਾਨੁ ਦੀਜੈ ਨਾਨਕ ਕਉ ਤਿਸੁ ਪ੍ਰਭ ਅਗਮ ਅਗਾਧੇ ਜੀਉ ॥੪॥੨੦॥੨੭॥ અને તેની સામે પ્રાર્થના કરીએ છીએ કે મને નાનકને પણ તે અગમ્ય છે. ।।૪।।૨૦।।૨૭।।
ਮਾਝ ਮਹਲਾ ੫ ॥ માઝ મહેલ ૫।।
ਤੂੰ ਪੇਡੁ ਸਾਖ ਤੇਰੀ ਫੂਲੀ ॥ હે પ્રભુ! તું જાણે એક વૃક્ષ છે આ સંસાર તારા વૃક્ષથી ફૂટી નીકળેલી ડાળીઓ છે
ਤੂੰ ਸੂਖਮੁ ਹੋਆ ਅਸਥੂਲੀ ॥ હે પ્રભુ! તું અદૃષ્ટ છે, પોતાના અદૃષ્ટ રૂપથી દેખાતું જગત બન્યું છે.
ਤੂੰ ਜਲਨਿਧਿ ਤੂੰ ਫੇਨੁ ਬੁਦਬੁਦਾ ਤੁਧੁ ਬਿਨੁ ਅਵਰੁ ਨ ਭਾਲੀਐ ਜੀਉ ॥੧॥ હે પ્રભુ! તું જાણે એક સમુદ્ર છે આ આખું જગત પ્રસાર છે, જેમ ફીણ અને બુલબુલીયા પણ તું પોતે જ છે, તારા સિવાય બીજું કોઈ પણ દેખાતું નથી ।।૧।।
ਤੂੰ ਸੂਤੁ ਮਣੀਏ ਭੀ ਤੂੰਹੈ ॥ આ આખું જગત પ્રસાર તારાથી બન્યું તારું જ સ્વરૂપ, જાણે એક માળા છે. તે માળાનો દોરો તું પોતે જ છે, મણકા પણ તું જ છે.
ਤੂੰ ਗੰਠੀ ਮੇਰੁ ਸਿਰਿ ਤੂੰਹੈ ॥ મણકા પર ગાંઠ પણ તું જ છે, બધા મણકોના માથા પર મેરુ મણકુ પણ તું જ છે.
ਆਦਿ ਮਧਿ ਅੰਤਿ ਪ੍ਰਭੁ ਸੋਈ ਅਵਰੁ ਨ ਕੋਇ ਦਿਖਾਲੀਐ ਜੀਉ ॥੨॥ હે ભાઈ! જગત રચનાની શરૂઆતમાં, મઘ્યમાં અને અંતમાં પ્રભુ પોતે જ પોતે છે, તેના વગર બીજું કોઈ દેખાતું નથી ।।૨।।
ਤੂੰ ਨਿਰਗੁਣੁ ਸਰਗੁਣੁ ਸੁਖਦਾਤਾ ॥ હે પ્રભુ! તું પોતાની રચેલી માયાના ત્રણ ગુણોથી ઉપર છે, ત્રણેય ગુણોથી બનેલું જગત પ્રસાર પણ તું પોતે જ છે.
ਤੂੰ ਨਿਰਬਾਣੁ ਰਸੀਆ ਰੰਗਿ ਰਾਤਾ ॥ બધા જીવોને સુખ દેનાર પણ તું પોતે જ છે. તું વાસના રહિત છે, બધા જીવોમાં વ્યાપક રહીને રસોને ભોગનાર પણ છે અને રસોના પ્રેમમાં મસ્ત પણ છે.
ਅਪਣੇ ਕਰਤਬ ਆਪੇ ਜਾਣਹਿ ਆਪੇ ਤੁਧੁ ਸਮਾਲੀਐ ਜੀਉ ॥੩॥ હે પ્રભુ! પોતાની રમત તમાશા તું પોતે જ જાણે છે, તું પોતે જ બધી સંભાળ પણ કરી રહ્યો છે ।।૩।।
ਤੂੰ ਠਾਕੁਰੁ ਸੇਵਕੁ ਫੁਨਿ ਆਪੇ ॥ હે પ્રભુ! માલિક પણ તું છે અને સેવક પણ તું પોતે જ છે.
ਤੂੰ ਗੁਪਤੁ ਪਰਗਟੁ ਪ੍ਰਭ ਆਪੇ ॥ હે પ્રભુ! આખા સંસારમાં તું છુપાયેલો પણ છે અને સંસાર રૂપી થઈને તું પ્રત્યક્ષ પણ દેખાઈ રહ્યો છે
ਨਾਨਕ ਦਾਸੁ ਸਦਾ ਗੁਣ ਗਾਵੈ ਇਕ ਭੋਰੀ ਨਦਰਿ ਨਿਹਾਲੀਐ ਜੀਉ ॥੪॥੨੧॥੨੮॥ હે નાનક! તારો આ દાસ તારા ગુણ ગાય છે. ક્ષણ માટે પણ આ દાસ તરફ કૃપાની નજરે જો ।।૪।।૨૧।।૨૮।।
error: Content is protected !!
Scroll to Top
https://s2pbio.fkip.uns.ac.id/stats/demoslot/ https://s2pbio.fkip.uns.ac.id/wp-content/plugins/sbo/ https://ijwem.ulm.ac.id/pages/demo/ situs slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/
https://s2pbio.fkip.uns.ac.id/stats/demoslot/ https://s2pbio.fkip.uns.ac.id/wp-content/plugins/sbo/ https://ijwem.ulm.ac.id/pages/demo/ situs slot gacor https://bppkad.mamberamorayakab.go.id/wp-content/modemo/ http://mesin-dev.ft.unesa.ac.id/mesin/demo-slot/ http://gsgs.lingkungan.ft.unand.ac.id/includes/demo/ https://kemahasiswaan.unand.ac.id/plugins/actionlog/ https://bappelitbangda.bangkatengahkab.go.id/storage/images/x-demo/
https://jackpot-1131.com/ https://mainjp1131.com/ https://triwarno-banyuurip.purworejokab.go.id/template-surat/kk/kaka-sbobet/